આરોપીઓ નં.(૧) દિપકકુમાર ડાહ્યાલાલ વાઘેલા (૨) રૂબીનાબેન
અમદાવાદ
પોલીસ કમિશનર અમદાવાદ તથા સંયુકત પોલીસ કમિશનર, ક્રાઇમબ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર, એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ એ અમદાવાદમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા અસરકારક કામગીરી કરવા સૂચનાઓ કરેલ જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચના સુપરવિઝન તથા માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટર વી.એચ.જોષી તથા પોલીસ ઇન્સ્પેકટર વી.ડી.મોરી તથા પોલીસ ઇન્સ્પેકટર એન.ડી.નકુમના માર્ગદર્શન આધારે હે.કો ભાગ્યદીપ મહેશકુમારને મળેલ બાતમી હકિકત આધારે આજે નારોલ અસલાલી હાઇવે, જુની નારોલ હાઇકોર્ટની સામે, આકૃતિ ટાઉનશીપના પાચમા માળે આવેલ ફલેટ નં.ઓ/૫૦૭ ની અંદરથી આરોપીઓ નં.(૧) દિપકકુમાર ડાહ્યાલાલ વાઘેલા ઉ.વ.૩૮ ધંધો- ડ્રાઇવિંગ રહે.ઓ/૫૦૭, આકૃતિ ટાઉનશીપ, જુની નારોલ હાઇકોર્ટની સામે, નારોલ અસલાલી હાઇવે, નારોલ અમદાવાદ શહેર તથા આરોપી બેન નં.(૨) રૂબીનાબેન ડો/ઓફ રશીદભાઇ મિરઝા ઉ.વ.૨૯ ધંધો- ઘરકામ રહે.ઓ/૫૦૭, આકૃતિ ટાઉનશીપ, જુની નારોલ હાઇકોર્ટની સામે, નારોલ અસલાલી હાઇવે, નારોલ અમદાવાદ શહેરના સયુંક્ત કબ્જામાંથી વગર પાસ-પરમીટનો ગેરકાયદેસરનો નશીલો પદાર્થ મેથએમ્ફેટામાઇનનો જથ્થો ૪૦ ગ્રામ ૦૬૦ મિલીગ્રામ જેની કુલ્લે કિ.રૂ.૪,૦૦,૬૦૦ નો તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.૪,૨૦,૮૦૦ ની મત્તાના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઇ ગયેલ હોય તેઓની વિરૂધ્ધ ડીસીબી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૫૦૦૦૭/૨૦૨૫ ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૮(સી), ૨૧(બી), ૨૯ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ જેની તપાસ પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.ડી.મોરી તરફ ડેપ્યુટ કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓ
(૧) પો.ઇન્સ.શ્રી વી.એચ.જોષી (રેડીંગ અધિકારી)
(૨) હે.કો. ભાગ્યદીપ મહેશકુમાર (બાતમી)
(૩) હે.કો. ગજેન્દ્રસિંહ ઇસરાસિંહ
(૪) પો.કો. બધસંગજી પરબતજી (ફરીયાદી)
(૫) પો.કો. ગીરીશચંદ્ર જેસંગભાઇ
(૬) પો.કો. જયપાલસિંહ અજીતસિંહ