અરુણ કલ્યાણપ્રસાદ ભટ્ટ, સુમીત ઉર્ફે કાંચો, રવિ કેદારસીંગ રાજપુત આરોપીઓ પકડાયા નથી
અમદાવાદ
પોલીસ કમિશનર જી.એસ.મલિક અમદાવાદમાં પ્રોહી/જુગારની પ્રવૃતિ અટકાવવા સુચના આપેલ, જે આધારે પી.સી.બી. પોલીસ ઈન્સપેકટર જે.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ આજરોજ પીસીબી સ્ટાફના મ.સ.ઈ.દિલીપસિહ કાનસિહ બ.ન.૬૦૭૦, મ.સ.ઈ.મહાવીરસિહ બળવંતસિહ બ.ન.૪૬૧૧, મ.સ.ઈ.વનરાજસિહ જયવંતસિંહ બ.ન.૮૨૨૫, મ.સ.ઈ.કલ્યાણસિંહ શિવસિંહ બ.ન.૯૧૩૮,મ.સ.ઇ.વસંતભાઇ જીવાભાઇ બ.નં.૯૩૪૦, અ.હે.કો દેવેન્દ્રસિંહ શિવનાથસિંહ બ.ન.૩૫૯૪, અ.હે.કો.કિશોરભાઇ પ્રતાપભાઇ બ.ન.૫૯૧૭, અ.હે.કો. વિજેંદ્રભાઇ ભવરલાલ બ.ન.૪૧૪૩, અ.હે.કો.પરાક્રમસિંહ ભગવાનભાઇ બ.નં.૪૫૭૪, અ.હે.કો.મનહરસિંહ નહારસિંહ બ.નં.૩૭૬૧, અ.હે.કો. ધર્મેન્દ્રસિંહ હરીશચંન્દ્રસિંહ બ.નં.૩૯૩૭, અ.પો.કો. નરેશકુમાર ફતાભાઇ બ.નં.૪૫૩૭ તથા અ.પો.કો.વિજયકુમાર અજમલભાઇ બ.નં.૮૦૦૩ તથા અન્ય સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અ.હે.કો. દેવેન્દ્રસિંહ શિવનાથસિંહ તથા અ.પો.કો.વિજયકુમાર અજમલભાઈને સંયુકતરીતે બાતમી હકીકત મળેલ કે “અરુણ કલ્યાણપ્રસાદ ભટ્ટ રહે.શિવાનંદનગર, અમરાઇવાડી તથા સુમીત ઉર્ફે કાંચો રહે.અમરાઇવાડી તથા રવિ કેદારસીંગ રાજપુત રહે.આદિનાથ નગર ઓઢવ અમદાવાદ તેના મળતીયા માણસોને રાખી બાપુનગર ગુજરાત બોટલીંગ ચાર રસ્તા પાસે આવેલ રજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના શેડ નંબર ૫ ના ધાબા ઉપર ભારતીય બનાવટની વિદેશી દારુની શીલબંધ બોટલોની પેટીઓ મુકી રાખી તે વિદેશી દારુની પેટીઓ સગેવગે કરનાર છે.” જે હકીકત આધારે ઉપરોકત જગ્યાએ સ્ટાફના માણસોએ પંચો સાથે રેઈડ કરતા રજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના શેડ નંબર ૫ ના ધાબા ઉપરથી ભારતીય બનાવટની વિદેશી દારુની શીલ બંધ નાની મોટી બોટલો નંગ-૩૧૯૨ કિ.રૂ.૪,૯૭,૨૮૦ ની મત્તાનો મુદામાલ ઝડપી લઈ નહી પકડાયેલ આરોપીઓ વિરુધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરી બાપુનગર પો.સ્ટે. સી ગુરન ૧૧૧૯૧૦૦૭૨૫૦૦૧૬ ધી પ્રોહી એક્ટ કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી), ૮૧ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
નહી પકડાયેલ આરોપીઓ
(૧)અરુણ કલ્યાણપ્રસાદ ભટ્ટ રહે. શિવાનંદનગર, અમરાઇવાડી
(૨) સુમીત ઉર્ફે કાંચો રહે.અમરાઇવાડી
(૩) રવિ કેદારસીંગ રાજપુત રહે.આદિનાથ નગર ઓઢવ અમદાવાદ