ક્રાઈમ બ્રાન્ચ એસીપી ભરત પટેલ
અમદાવાદ
ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશ રાજ્યના બસ્તી જીલ્લાના કપ્તાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સેઠા ગામમાં ગઈ તારીખ.૦૩/૧૨/૨૦૨૪ ના રોજ રાત્રીના સમયે હાલમાં પકડાયેલ આરોપી રાજેશ ઉર્ફે રાજન ઉપાધ્યાય તથા કમલેશકુમાર, કૌશલચંદ્ર, કરૂણાકર ઉર્ફે લલ્લાન, શાંતિદેવી, રંજના, શિલ્પા તથા અજાણ્યા ઇસમે ભેગામળી પકડાયેલ આરોપી રાજેશ ઉર્ફે રાજનના પિતાના નામની જમીન તેની માતા ગોદાવરીદેવી તથા બહેન સૌમ્યાના નામે થવાની હોય, જે અનુસંધાને તારીખ- ૦૫/૧૨/૨૦૨૪ ના રોજ હરૈયા કોર્ટમાં બન્નેના નિવેદનો થયા બાદ જમીન તેમના નામ ઉપર થવાની હોય અને આ કામના આરોપીઓને જમીનમાંથી ભાગ મળે તેમ ના હોય જેથી આરોપીઓએ ભેગામળી પોતાનો એકસમાન ઇરાદો પાર પાડવા સારૂ એકસંપ થઈ ગુનાહીત કાવતરૂ રચી ગોદાવરીદેવી તથા સૌમ્યાનું મર્ડર કરી તેઓ બન્ને જે રૂમમાં સુતા હતા તેજ રૂમમાં લઈ જઈ પથાળી ઉપર સુવડાવી સળગાવી નાખેલ હોવાનું બનાવ બનવા પામેલ. જે ડબલ મર્ડરના ચકચારી કેસના ઇનામી આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરી ઉત્તરપ્રદેશ રાજ્યની બસ્તી જીલ્લાની કપ્તાનગંજ પોલીસને સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.
શોધાયેલ ગુનો
ઉત્તરપ્રદેશ રાજ્ય બસ્તી જીલ્લાના કપ્તાનગંજ પોલીસ સ્ટેશન એફ.આઈ.આર. નં.૦૨૧૫/૨૦૨૪ ધી બી.એન.એસ. કલમ ૧૦૩(૨), ૨૩૮, ૩૨૬(જી), ૩(૫), ૬૧(૨) મુજબ
પકડાયેલ આરોપી
રાજેશ ઉર્ફે રાજન સ/ઓફ અવધેશ રામમીલન ઉપાધ્યાય (પંડીત) ઉ.વ.૩૨ ધંધો.ખેતીકામ રહે.ગામ-સેઠા, પો.સ્ટ-દયલાપુર, થાના-કપ્તાનગંજ, તાલુકા- હરૈયા, જીલ્લા-બસ્તી, ઉત્તરપ્રદેશ રાજય તથા રહે.ગામ-જોકાહા, પો.સ્ટ-સુકરૌલી ચૌધરી, થાના-પૈકોલીયા, તાલુકા-હરૈયા, જીલ્લા- બસ્તી હાલ રહે.સોહન ઇન્ડસ્ટ્રી, બારેજા
મોટીવ
ક્રાઇમ બ્રાંચ દ્વારા પકડેલ આરોપી રાજન ઉર્ફે રાજેશનાં પિતાજી અવધેશે કરેલ એક વસિહતમાં આ કામનાં મરણજનાર ગોદાવરીદેવી (અવધેશની પત્નિ) તથા સૌમ્યા(દિકરી)નાં નામે ૨૦ વીઘા જમીન કરી આપેલ હતી, જ્યારે આરોપી તથા અન્ય એક ભાઇ કરુણાકર(અવધેશની પહેલી પત્નિનો પુત્ર) ને દોઢ વિઘા જમીન આપેલ. આ ઉપરાંત આરોપી કમલેશ(અવધેશનાં મોટાભાઈ ) નાં પત્નિની જમીનમાંથી મળેલ હિસ્સાને પણ અવધેશે મરણજનાર બન્નેનાં નામે કરી આપેલ હતી. આવી રીતે અવધેશે કરી આપેલ વસીહત મુજબ આરોપીઓને ઓછી જમીન મળેલ હોય તેનુ મનદુખ રાખી પૂર્વઆયોજીત કાવતરુ રચી મરણ જનારને મારી નાખી જમીન પડાવી લેવાનો કારસો રચી સમગ્ર ઘટનાને અંજામ આપેલ છે.
આરોપીની ભૂમિકા (રોલ)
પુર્વ આયોજીત કાવતરાના ભાગ રૂપે આરોપીઓએ ગોદાવરીદેવી (અવધેશની પત્નિ) તથા સૌમ્યા(દિકરી)ને મારી નાખવા માટે બનાવ પહેલા બે વાર પ્રયત્નો કરેલ હતાં. જે પૈકી આરોપી કરુણાકરે પોતે જ્યાં નોકરી કરતો હતો તે એચ.સી.પી. પ્લાસ્ટીક કંપનીમાંથી રૂ.૩,૫૦,૦૦૦/- લોન લઈને તારીખ.૨૦/૧૧/૨૦૨૪ ના રોજ સેઠા ગામમાં આવેલ હતો અને આરોપી રાજને તેની માતા તથા બહેન સાથે ઝગડા થયેલ હોય તે તથા તેની પત્ની તથા તેનો મોટો ભાઈ કરુણાકર ત્રણેયજણા મોટા પિતાજી કમલેશકુમારના ઘરે રોકાયેલ અને મરણજનાર ઉપર નજર રાખેલ. આ દરમ્યાન આરોપીઓએ ભેગામળી કરૂણાકર જે લોનના રૂપીયા લઈને આવેલ હતો તે રૂપીયાની સુપારી આપીને મરણજનાર મા-દિકરીનું મર્ડર કરાવવાનું નક્કી કરેલ અને તે માટે કરૂણાકર, કમલેશ, કૌશલ અને બલવીર ઉર્ફે મુન્ના ચારેય જણા કમલેશકુમારની વેગેનાર ગાડીમાં મધ્યપ્રદેશ ખાતે બે અજાણ્યા ઇસમોને દેશી કટ્ટા સાથે સાથે અરોપીના ગામમાં બોલાવેલ પરંતુ મર્ડર કરવા સારૂ સાડા ત્રણ લાખની જગ્યાએ દસ લાખની માંગણી કરેલ હોય કરૂણાકરે તેઓને કામ કરવાની ના પાડી દીધેલ.
બનાવના દિવસે આરોપીઓ ભોગ બનનારના ઘરની બાજુમાં વોચ રાખી બેઠા હતા તે દરમ્યાન ગોદાવરી દેવી ઘરની બહાર આવતા આરોપી કરૂણાકરે ગોદાવરીદેવીને ઇંટથી માથાના પાછળના ભાગે મારી કૌશલે ગળુ અને કરૂણાકરે મોઢુ દબાવી દીધેલ તેમજ ગોદાવરીદેવીનો અવાજ સાંભળતા તેની દિકરી સૌમ્યા બહાર આવતા પકડાયેલ આરોપી રાજન ઉર્ફે રાજેશે સૌમ્યાનું ગળુ તથા બલવીર ઉર્ફે મુન્નાએ મોઢુ દબાવી દઈ બેભાન કરી દીધેલ. ત્યારબાદ આરોપીઓએ ભેગામળી મરણજનાર ગોદાવરી તથ સૌમ્યાને ઘરમાં ખેંચી લઈ જઈ રૂમમાં પડેલ પથારી ઉપર સુવડાવી તેમની ઉપર રજાઇ ઢાંકી દિવાસળીની સળી વડે આગ લગાડી સળગાવી દઈ મોત નિપજાવેલ.