યુવકે શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટના બહાને ૨૮ લાખ રૂપિયા ગુમાવ્યા

Spread the love

નફો કમાવવા લિક પર કરાવી ગઠિયાએ દૈઢ, પાસવર્ડ મેળવી ૨૫.૪૮ લાખ ટ્રાન્સફર કરી લીધા અમદાવાદના યુવકે શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટના બહાને ૨૮ લાખ રૂપિયા ગુમાવ્યા છે. યુવકે યુટ્યુબ પરના આઇડીના આધાર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટમાં ૨પ લાખથી વધુ ઇન્વેસ્ટ કર્યા હતા. જે ડિમેટ એકાઉન્ટના આઈડી અને પાસવર્ડ અજાણ્યા વ્યક્તિને આપ્યા હતા. આ ઉપરાંત અજાણી વ્યક્તિએ ૩.૧૧ લાખ રૂપિયા પણ અલગથી પડાવ્યા હતા. યુવકે આઇડી, પાસવર્ડ આપતા અજાણી વ્યક્તિએ યુવકના ડિમેટ એકાઉન્ટમાંથી ૨૫.૪૮ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. આમ યુવક સાથે કુલ ૨૮.૧૨ લાખની છેતરપિંડીની સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ઘાટલોડિયામાં રહેતા માનવ પટેલ ક્વોલિટી ઓફિસર તરીકે નોકરી કરે છે. તે યુટ્યુબ પર સર્ફીંગ કરી રહ્યો હતો, ત્યારે સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ કરી સારા એવા નાણાં કમાવવા માટેની જાહેરાત જોઈ હતી. જેથી સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા માટે તેણે લિંક ઉપર ક્લિક કરતા વ્હોટ્સએપ ગ્રુપમાં જોઈન થયો હતો. જેમાં પર્સનલ ટિપ્સ માટે ૫૧ હજાર ભરી એક્સપર્ટ સાથે વાતચીત કરી શકાય તેવું જણાવ્યું હતું. જેથી તેમણે ૫૧ હજાર રૂપિયા ભરીને એક્સપર્ટ નાસીર અંસારી નામના વ્યક્તિ સાથે વ્હોટ્સએપ કોલ અને મેસેજ દ્વારા વાતચીત કરી હતી. આ નંબરથી તેને માર્કેટને લગતી ટિપ્સ પણ મળતી હતી. નાસીરે તેને જણાવ્યું હતું કે, તે ૨૦ લાખથી વધુનું રોકાણ કરે તો તેને નફો મળશે અને જો નુકસાન થાય તો ડબલ રકમ પરત મળશે. જેથી માનવે વિશ્વાસ કરીને શરૂઆતમાં ૭૫ હજાર રૂપિયા ૭૦ દ્વારા ટ્રાન્સફર કર્યા ત્યારબાદ ૨૫ લાખ રૂપિયા ડિમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા જેની જાણ નાસીરને કરી હતી. નાસીરે ઓટીપી અને આઇડી પાસવર્ડ મેળવી લીધા હતા. માનવભાઈને કહ્યું હતું કે, તેમને પાંચ લાખથી વધુ નફો થયો છે. જેની ટ્રેડિંગ કન્સલ્ટન્સી ફી ૧.૮૫ લાખ ભરવી પડશે તેથી માનવે તે પણ ભરી હતી. જ્યારે માનવે પોતાના ડિમેટ એકાઉન્ટ સ્ટેટમેન્ટ ચેક કર્યું તો તેમાંથી ૨પ લાખ રૂપિયા તેની જાણ બહાર ટ્રાન્સફર થઈ ગયા હતા. આ બાબતે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com