જયમિત પટેલ મેન ઓફ ધી મેચ
સુજલ જીવાની, અહાન પોદ્દાર અને શેન પટેલ
અમદાવાદ
ગુજરાત CA U23 મેન્સ ટીમે એચપીસીએ સામે 5 વિકેટે જીત મેળવીને U23 મેન્સ સ્ટેટ વન-ડે ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. વિડિયોકોન ગ્રાઉન્ડ, કોલકાતા ખાતે ગુજરાત વિ. હિમાચલ પ્રદેશ વચ્ચે રમાયેલી BCCIની મેન્સ U23 સ્ટેટ એ ટ્રોફી સેમિફાઇનલ મેચમાં ગુજરાતે ટોસ જીતીને ફિલ્ડ માટે પસંદગી કરી.
હિમાચલ પ્રદેશે બેટિંગમાં 47.5 ઓવરમાં 240 રન કરી ઓલઆઉટ થઈ.મૃદુલ સુરોચે 61 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 61 રન બનાવ્યા હતા.
કુશલ પાલે 47 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 33 રન બનાવ્યા હતા. ઇનેશ મહાજને 43 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 32 રન બનાવ્યા હતા.ગુજરાત બોલિંગમાં શેન પટેલે 8.5 ઓવરમાં 30 રન આપીને 4 વિકેટ,જય માલુસરેએ 9 ઓવરમાં 51 રન આપીને 2 વિકેટ ,જયમીત પટેલે 9 ઓવરમાં 40 રન આપીને 2 વિકેટ ઝડપી હતી અને મેન ઓફ ધી મેચ બન્યો હતો.
ગુજરાત બેટિંગમાં 42.2 ઓવરમાં 5 વિકેટે 241 રન બનાવ્યા.જયમીત પટેલે 105 બોલમાં 6 ફોર 2 સિક્સ સાથે 87 રન બનાવ્યા હતા. અહાન પોદ્દારે 47 બોલમાં 5 ચોગ્ગા, 1 છગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. સુજલ જીવાણીએ 37 રન બનાવી નોટ આઉટ રહ્યો જેમ્સ 27 બોલમાં 4 ચોગ્ગા , 2 છગ્ગા લગાવ્યા હતા.હિમાચલ પ્રદેશ બોલિંગમાં સાહિલ શર્માએ 6 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ, રિષિત ઠાકુરે 10 ઓવરમાં 72 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.આમ,ગુજરાત CA U23 મેન્સ ટીમે એચપીસીએ સામે 5 વિકેટે જીત મેળવીને U23 મેન્સ સ્ટેટ વન-ડે ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.