રોહીદાસ ભજન મંડળ દ્વારા સ્વાનો એવા રાતના ચોકીદાર માટે હજારો લાડવા બનાવ્યા
અબોલ જીવ ક્યાં જાય? અબોલ જીવ માટે સંત શ્રી રોહીદાસ મહિલા ભજન મંડળ, GJ-18ની મહિલાઓ દ્વારા શ્વાનોને માટે લાડવા બનાવ્યા હતા, ત્યારે નાનો વર્ગ ગરીબ વર્ગ ભલે અમે હોઈએ, પણ હા, મન વિશાળ છે, હમણાં એક વર્ષ પહેલાં સ્પર્ધાત્મક પરીક્ષા આપવા આવેલા યુવક યુવતીઓને આશરે રહેવાનો તથા જમવાની વ્યવસ્થા આ સંસ્થાએ કરી આપી હતી, ત્યારે શ્વાનોને લાડવા બનાવી ખવડાવીને પુણ્યનું કામ મહિલાઓ કરી રહી છે, દિવસે રાત્રે લાલિયો, કાળીયો, ધોળિયો, ભસીને જે અવાજ કરે, એટલે ખબર પડે કે કોઈ રાત્રે રોડ પરથી પસાર થઈ રહ્યું છે, આપણો ચોકીદાર ગણાય, આખું વર્ષ ચોકી કરતા શ્વાનોને વર્ષે દહાડે તો યાદ કરવા જ જોઈએ, બાકી મોંઘાદાટ શ્વાનોને જે લોકો પાળે છે તેનો ખર્ચ અને બીમાર પણ વારંવાર પડી જાય તેના કરતાં આપણા દેશી શ્વાનો શું ખોટા? અવાજ કરીએ એટલે પૂંછડી પટ-પટાવતા આવી જાય, અને જે ખવડાવનારા છે, તેને ઓળખી જાય, ત્યારે તમામ બહેનોને સત સત પ્રણામ, બાકી દેશી આપણા શ્વાન જેવો કોઈ નહીં, એકવાર પાળો અને ખર્ચ ઝીરો મેન્ટેનન્સ કહેવાય, જે આપે તે ખાઈ લે, દવાની જરૂર નહીં, બાકી સ્પ્રિંગની જેમ ઊભા થઈ જાય, દેશી એટલે દેશી આપણા શ્વાનો એટલે આજના ઓર્ગેનિક..