વ્હાઇટ હાઉસ એ અમેરિકાના સૌથી સુરક્ષિત સ્થળોમાંનું એક છે. પરંતુ શું તમે જાણો છો કે આ ઐતિહાસિક ઈમારતમાં ઘણી સિક્રેટ સુરંગો છે. કટોકટીની સ્થિતિમાં રાષ્ટ્રપતિ અને તેમના પરિવારને સુરક્ષિત બહાર કાઢવા માટે આ સુરંગ બનાવવામાં આવી છે. ત્યારે આ લેખમાં આ સુરંગની અનોખી ડિઝાઈન અને તેની સુરક્ષા વિશે વિગતવાર જાણીશું. વ્હાઇટ હાઉસ એ અમેરિકાના રાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન છે અને દેશના સૌથી સુરક્ષિત સ્થળોમાંનું એક છે. પરંતુ શું તમે જાણો છો કે આ ઐતિહાસિક ઈમારતમાં ઘણી સિક્રેટ સુરંગો છે. કટોકટીની સ્થિતિમાં રાષ્ટ્રપતિ અને તેમના પરિવારને સુરક્ષિત બહાર કાઢવા માટે આ સુરંગ બનાવવામાં આવી છે. ત્યારે આ લેખમાં આ સુરંગની અનોખી ડિઝાઈન અને તેની સુરક્ષા વિશે વિગતવાર જાણીશું. ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. અમેરિકામાં દરેક નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ હંમેશા આ તારીખે પદના શપથ લઈને ચાર્જ સંભાળે છે. ટ્રમ્પ એ જ દિવસે વ્હાઇટ હાઉસ પહોંચશે અને તે આગામી ચાર વર્ષ માટે તેમનું ઘર હશે. વ્હાઇટ હાઉસમાં એ દરેક વસ્તુ છે, જે અમેરિકન રાષ્ટ્રપતિને કન્ફર્ટ અને સલામત રાખે છે. ટેક્નોલોજીની રીતે વ્હાઇટ હાઉસને અભેદ્ય કિલ્લો માનવામાં આવે છે. વ્હાઇટ હાઉસ માત્ર એક ઇમારત નથી, તે સુરક્ષા અને ટેક્નોલોજીનું અદ્ભુત ઉદાહરણ છે. વ્હાઇટ હાઉસને 1800માં બનાવવામાં આવ્યું હતું અને અમેરિકન ઇતિહાસમાં ઘણી ઘટનાઓનું સાક્ષી માનવામાં આવે છે. જો કે, સમય જતાં વધતા જોખમો અને તકનીકી પ્રગતિએ વ્હાઇટ હાઉસની સુરક્ષાને વધુ મજબૂત કરવાની જરૂરિયાત ઊભી કરી. આ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સિક્રેટ સુરંગ બનાવવામાં આવી હતી. આ સુરંગ કટોકટીના સમયે રાષ્ટ્રપતિ અને તેમના પરિવારને સુરક્ષિત રાખે છે.