તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિ નોકરી માટે દુબઈ ગયો અને 2-5 વર્ષમાં સારા પૈસા કમાઈને પાછો ફર્યો. વિશ્વની અગ્રણી જોબ અને રિક્રુટમેન્ટ કંપની પર ઉપલબ્ધ માહિતી અનુસાર, દુબઈમાં કામદારોને આપવામાં આવતો સરેરાશ પગાર 2000 દિરહામ છે. દર વર્ષે ભારતમાંથી હજારો લોકો નોકરી માટે ખાડી દેશોમાં જાય છે. તેમાંથી સાઉદી અને દુબઈ રોજગાર અને પગાર માટે ખૂબ ફેમસ છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિ નોકરી માટે દુબઈ ગયો અને 2-5 વર્ષમાં સારા પૈસા કમાઈને પાછો ફર્યો. ત્યારે તમારા મનમાં સવાલ થતો હશે કે, દુબઈમાં ઓછામાં ઓછો કેટલો પગાર મળે છે દર વર્ષે ભારતમાંથી હજારો લોકો નોકરી માટે ખાડી દેશોમાં જાય છે. તેમાંથી સાઉદી અને દુબઈ રોજગાર અને પગાર માટે ખૂબ ફેમસ છે. ભારતીય રૂપિયા પ્રમાણે આ પગાર 45,000 છે. દુબઈની સ્થાનિક વિશ્લેષક એજન્સીઓ અનુસાર, યુએઈમાં લઘુત્તમ પગાર 1500થી 3000 દિરહામ સુધી મળે છે. ભારતીય રૂપિયામાં આ રકમ 34000 રૂપિયાથી 68,000 રૂપિયા સુધીની છે. જો કે, પગાર ધોરણ કર્મચારી અને કંપનીની લાયકાત પર આધારિત છે. જો તમે દુબઈની હોટલમાં વેઈટર તરીકે કામ કરો છો, તો તમને 10,070 દિરહામ એટલે કે 2 લાખ રૂપિયા સુધીનો પગાર મળી શકે છે. દુબઈમાં ડેન્ટિસ્ટને 39,120 દિરહામ સુધીનો પગાર મળે છે, જે ભારતીય રૂપિયામાં 8 લાખ રૂપિયાથી વધુ છે. ઈન્ટરનેશનલ હ્યુમન રિસોર્સ ઓર્ગેનાઈઝેશનના અંદાજ મુજબ, 2023માં UAE માં સરેરાશ પગાર 16,500 દિરહામ છે, જે ભારતીય રૂપિયામાં 3,74,000 રૂપિયા થાય છે.