100 રૂપિયાની ભારતીય નોટ 56 લાખ રૂપિયામાં વેચાઈ હોવાનું કહેવાય છે.. જાણો સંગ્રહકર્તાઓ અને ઇતિહાસપ્રેમીને આ વાત

Spread the love

ભારતીય ચલણની એક 100 રૂપિયાની નોટ વિદેશમાં હાલમાં થયેલી હરાજીમાં આશરે 56 લાખમાં વેચાઈ. તમને પણ એમ થતું હશે કે આખરે આ નોટમાં એવું તે શું હતું કે આટલા ઊંચા ભાવે વેચાઈ? તો ખાસ જાણો તેની ખાસિયતો લંડનમાં એક હરાજીમાં દુર્લભ 100 રૂપિયાની ભારતીય નોટ 56 લાખ રૂપિયામાં વેચાઈ હોવાનું કહેવાય છે. સંગ્રહકર્તાઓ અને ઇતિહાસપ્રેમીને આ વાત ચોંકાવી ગઈ. આખરે એવું તે શું હતું તે નોટમાં. હકીકતમાં આ નોટ હજ નોટના નામથી જાણીતી છે અને તેનો ઈતિહાસ 1950ના દાયકા સાથે જોડાયેલો છે. તે સમયે ભારતીય રિઝર્વ બેંક એ તેને એવા ભારતીય તીર્થયાત્રીઓને આપી હતી જે ખાડી દેશોની યાત્રા પર જઈ રહ્યા હતા.  હજ નોટનું ઐતિહાસિક મહત્વ આ નોટ જેનો સિરિયલ નંબર HA 078400 હતો તે ફક્ત એ કલેક્શન માટેની વસ્તુ નથી પરંતુ તે ભારતીય આર્થિક ઈતિહાસનો એક રસપ્રદ અંશ પણ છે. તે સમયે RBI એ આ નોટને ખાસ કરીને સોનાની ગેરકાયદેસર ખરીદીને રોકવા માટે બહાર પાડી હતી. આ હજ નોટ ફક્ટ ખાડી દેશો- સંયુક્ત અરબ અમીરાત, કતાર, બહરીન, કુવૈત અને ઓમાનમાં માન્ય હતી જેનાથી તે એક વિશેષ અને મર્યાદિત કાનૂની મુદ્રા બની ગઈ હતી.

1961માં કુવૈતે પોતાની મુદ્રાની શરૂઆત કરી અને ત્યારબાદ અન્ય ખાડી દેશોએ પણ આ પગલું ભર્યું. જેના પરિણામ સ્વરૂપે હજ નોટ્સનું ઉત્પાદન ધીરે ધીરે ઘટી ગયું અને 1970ના દાયકામાં તેનું નિર્માણ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયું. આજે આ નોટ કલેક્શન કરનારાઓ માટે મૂલ્યવાન વસ્તુ બની ગઈ છે. તેની દુર્લભતાની સાથે સાથે તેની વિશેષ્ટ વિશેષતાઓ પણ તેને મૂલ્યવાન બનાવી રહી છે.  હજ નોટ્સની એક ખાસ વિશેષતા તેના સિરિયલ નંબરમાં “HA”નું પ્રિફિક્સ હતું, જે તેને સરળતાથી ઓળખ યોગ્ય  બનાવતી હતી. આ નોટોનો રંગ પણ સામાન્ય ભારતીય ચલણ કરતા અલગ હતો. જેનાથી તેનું અનોખાપણું વધતું હતું. આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે ભારતીય નોટોની હરાજીએ ચર્ચા જગાવી. મે 2024માં પણ 1918ની બે 10 રૂપિયાની નોટ રેકોર્ડ કિંમત પર વેચાઈ હતી. એક 6.90 લાખ રૂપિયા અને બીજી 5.80 લાખ રૂપિયામાં. આ નોટોનો ઈતિહાસ પણ ખુબ રસપ્રદ હતો કારણ કે તે બ્રિટિશ જહાજ પર સવાર હતા, જેને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન એક જર્મન  U-boat એ ટોરપીડોથી નષ્ટ કર્યું હતું. આ ઘટનાથી બચ્યા બાદ આ નોટોને ઐતિહાસિક મહત્વ મળ્યું અને તે હવે એક મૂલ્યવાન સંગ્રહણીય વસ્તુ બની ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com