મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશમાંથી આઈસીઆઈસીઆઈ બેંકમાં લાખો રુપિયાની છેતરપિંડીનો ચોંકવાનો કિસ્સો સામે આવ્યો છે. છેતરપિંડીનો માસ્ટર માઈલ્ડ રિલેશનશીપ મેનેજર કમલ ગ્રાહકોના ખાતાના પાસવર્ડ રિસેટ કરીને ઈ કોમર્સ વેબસાઈટ એમેઝોનથી ગિફ્ટ વાઉચર ખરીદી લેતો હતો. પોલીસે બેંકમાં ફરજ બજાવતાં 3 રિલેશનશીપ મેનેજર સહિત 6 લોકોની ધરપકડ કરી છે. ડીસીપીની જણાવ્યા અનુસાર રિલેશનશીપ મેનેજર કમલ ગ્રાહકોની સમસ્યાનું નિવારણ કરતો હતો. બેંકની સિસ્ટમમાં આઈવ્યુ સોફ્ટવેરમાં ગ્રાહકોના ટ્રાન્ઝકેશન અને ઓટીપી સ્પષ્ટ દેખાતા હતા. એક કરંટ ખાતામાં લાખો રુપિયાનું બેલેન્સ જોતા તેણે સોફ્ટવેરથી ગ્રાહકની આઈડી કાઢી અને મોબાઈલ ફોનમાં ઈન્ટરનેટ બેકિંગ સાઈટ ખોલીને પાસવર્ડ રિસેટ કરીને પૈસા કાઢી લીધા હતા. 12 ખાતાઓમાંથી પૈસા કાઢ્યા બાદ તેણે સિમકાર્ડ નષ્ટ કરી દીધા.
આરોપી કમલ આ તકનીકનો જાણકાર હતો. આરોપી કમલ તપાસ એજન્સીઓને છેતરવા માટે નવા ઈ-મેલ આઈડી સાથે એમેઝોન પરથી ગિફ્ટ વાઉચર ખરીદતો હતો. તેણે આઇફોન 16 પ્રો મેક્સ, સેમસંગ અલ્ટ્રા એસ-24, સેમસંગ ઝેડ ફિલપ-6, એપલ વોચ, સેમસંગ અલ્ટ્રા વોચ, બાઇક (બુલેટ) અને લાખોની કિંમતના ઇલેક્ટ્રોનિક સાધનોની ખરીદી કરી હતી. લાખો રૂપિયાનું ઈ- ગોલ્ડ ખરીદ્યું હતું. પહેલા તો ગ્રાહકો દ્વારા નોંધાયેલી ફરિયાદમાં પોલીસને સાયબર ફ્રોડ થયાનું લાગ્યું હતું જો કે સિમ કાર્ડનું આઈપી એડ્રેસ ચેક કરતાં કમલે જ બેંકની સિસ્ટમમાં છેડછાડ કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસની પુછપરછમાં આરોપીઓએ પંજાબ, ગુજરાત, તેલંગાણા અને મધ્યપ્રદેશના મોટા મોટા કારોબારીઓના ખાતામાંથી 53 લાખ રુપિયા કાઢ્યા હોવાનો સ્વીકાર કર્યો હતો