અમરેલી
અમરેલી લેટરકાંડ મામલે રાજકારણ હવે ચરમસીમાએ પહોંચી ગયું છે. પાયલ ગોટીને માર મારવાના કેસમાં SITની રચના કરવામાં આવી. પરંતુ SITની તપાસ પર વિશ્વાસ ન હોવાનું કહેવામાં આવ્યું. તો કોંગ્રેસે હવે આ મામલે આંદોલન કરવાનો મૂડ બનાવી લીધો છે. અમરેલીના લેટરકાંડ મામલે ગુજરાતની રાજનીતિ ચમરસીમાએ પહોંચી ગઈ છે. અમરેલીમાં કોંગ્રેસ ધરણાં કરી રહ્યું છે. જી હા…પૂર્વ વિપક્ષ નેતા ધાનાણી 24 કલાકના ધરણાં પર બેઠા છે. પોલીસે સાંજે છ વાગ્યા સુધીની જ મંજૂરી આપી છે. તેમની સાથે લલિત વસોયા, લલિત કગથરા સહિતના પૂર્વ MLA હાજર છે. અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીને ન્યાય અપાવવાની માંગ સાથે ગુજરાત કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે. કોંગ્રેસના ધરણાં દરમિયાન પૂર્વ ધારાસભ્યએ ખુલ્લો પડકાર ફેંક્યો છે. લલિત કગથરાનો પૂર્વ સાંસદ કાછડિયાને પડકાર ફેંકીને જણાવ્યું છે કે નારણ કાછડિયાને જાહેરમાં ચર્ચા કરે. પૂર્વ MLA લલિત વસોયાએ 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે અને આ ઘટનામાં જવાબદાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા માંગ કરી છે. જો પગલાં નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. અમરેલી લેટરકાંડ મામલે રાજકારણ ગરમાઈ ચૂક્યું છે, ત્યારે પૂર્વ ધારાસભ્ય લલીત કગથરાએ પૂર્વ સાંસદ નારણ કાછડિયાને ખુલ્લો પડકાર ફેંક્યો છે અને જાહેર મંચ પર આવવા જણાવ્યું છે. નારણ કાછડિયા પોલીસ તંત્ર સામે સવાલો ઉઠાવે છે તો જાહેરમાં ચર્ચા કરવા આવે. પૂર્વ ધારાસભ્ય લલીત કગથરાએ કહ્યું કે પાટીદાર દીકરી નહિ સર્વ સમાજની દીકરીઓ માટે લડીએ છીએ. ગુજરાતમાં નોકરી કરતી તમામ દીકરીઓને ડર છે કે મારો શેઠ પત્ર લખાવશે અને પાયલ જેવું થશે તો…લેટરકાંડમાં પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. જવાબદાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડેડ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. તેઓએ 10 દિવસનું સરકારને અલ્ટીમેટમ આપીએ છીએ. જો સરકાર પગલાં નહિ લે તો આખા ગુજરાતમાં આંદોલનની શરૂઆત કરીશું.