વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા આગામી દશકાના અંત સુધીમાં 10,000 અબજ ડૉલર (દસ ટ્રિલિયન)ને પાર કરી દેશે. રવિવારે દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત ‘વિકસિત ભારત યંગ લીડર્સમાં મોદીએ કહ્યું કે “આપણે ઝડપથી પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યા છીએ.” “કલ્પના કરો કે જ્યારે આપણે પાંચ ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી જશું તો વિકાસના માપદંડ અને સુવિધાનો કેટલો વિસ્તાર થશે. ભારત માત્ર આટલે અટકવાનું નથી. આગામી દશકાના અંત સુધી ભારતીય અર્થવ્યવસ્થા 10 ટ્રિલિયન ડૉલરને પાર જતી રહેશે.” પીએમ મોદીએ વધુમાં કહ્યું કે “મારો, મારા દેશના નવયુવાનો સાથે પરમ મિત્ર’નો સંબંધ છે. એ સંબંધ છે અને મિત્રતાની સૌથી મજબૂત કડી હોય છે ‘વિશ્વાસ’. બધા હેશટેગ્સ “મારો વિશ્વાસ છે કે યુવાશક્તિનું સામર્થ્ય ભારતને બહુ જલદી વિકસિત રાષ્ટ્ર બનાવશે.”