મધ્ય પ્રદેશ
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે રવિવારે શાઝાપુરમાં 11 ગામોના નામ બદલી લીધા છે. આ નામ પહેલા મુસ્લિમ સમુદાય સાથે જોડાયેલ હતા. હવે તેના હિન્દુ નામ થઈ ગયા છે. સીએમે લોકલાગણીનો હવાલો આપીને કહ્યું કે, લોકોની માગ પર આ બદલાવ કર્યો છે. સીએમે મંચ પરથી તરત આ ઘોષણા કરી દીધી જે ગામોના નામ બદલાયા છે. તેમાં મોહમ્મદપુર મછનાઈ હવે મોહનપુર, ઢાબલા હુસૈનપુર હવે ઢાબલા રામ, મોહમ્મદપુર પવાડિયા હવે રામપુર પવાડિયા, ખજૂરી અલાહદાદ હવે ખજૂરી રામ, હાઝીપુર હવે હીરાપુર, નિપાનિયા હિસામુદ્દીન હવે નિપાનિયા દેવ, રીંછડી મુરાદાબાદ હવે રિછડી, ખલીલપુર હવે રામપુર, ઘટ્ટી મુખ્તયારપુર હવે ઘટ્ટી, ઉંચોદ હવે ઉંચાવાદ અને શેખપુર બોંગી હવે અવધપુરી થઈ ગયું છે. સીએમ મોહન યાદવે કહ્યુ કે, ગામ અને શહેરોના નામ હવે લોકલાગણીને માન આપીને રાખવામા આવે છે. લોકોએ નામ બદલવાની માગ કરી તો તેનો સ્વીકાર કર્યો. તેમણે કહ્યું કે, હવે આપને ક્યાંય કોઈ નામ અટકી રહ્યા છે, ખટકી રહ્યા છે તો હું કંઈ ભૂલ તો નથી કરતો ને? જો મોહમ્મદપુર મછનાઈમાં કોઈ પણ મોહમ્મદ નથી તો પછી મોહમ્મદપુર કેવી રીતે? કોઈ મુસ્લિમ બંધુ હોય તો નામ રાખો. હવે નામ બદલીને મોહનપુર કરી દેવામાં આવે. આપણે તો શું 33 કરોડ દેવી દેવતા છે, કોઈના પણ નામ રાખી લો.