ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાની છે. આવું અમે નહિ, પરંતું જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વાતાવરણની સાથે સાથે ગુજરાતના રાજકારણની આગાહી કરી છે. જોકે, આ આગાહી નહિ, પરંતુ મોટો ધડાકો છે. કારણ કે, તેમણે રાજકારણમાં રાજકીય પક્ષોમાં હુંસાતુંસીની વાત કરી છે. ત્યારે તેમની આગાહી શું છે તે જાણી લઈએ. સામાન્ય રીતે અંબાલાલ પટેલ દેશ દુનિયાના હવામાનની આગાહી કરવા માટે પ્રખ્યાત છે. તેઓ ઠંડી, ગરમી, વરસાદની સચોટ આગાહી કરતા હોય છે. ચોમાસાની મોસમમાં લોકો અંબાલાલ પટેલની આગાહી વાંચીને પોતાના પ્લાનિંગ કરતા હોય છે, ત્યારે હવામાન નિષ્ણાત રાજકીય તજજ્ઞ પણ બન્યા છે. તેમણે ગુજરાતના રાજકારણની આગાહી કરી છે. રાજકારણમાં આગામી દિવસો કેવા રહેશે તેની તેઓએ ભવિષ્યવાણી કરી છે. તેમના અનુસાર, આગામી સમયમાં રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાની છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી સમયમાં રાજકારણમાં કકળાટ વધશે. રાજકીય પક્ષોમાં હુંસાતુંસી જોવા મળશે. પક્ષ પલટા અને કેટલીક સરકારો માટે મુસીબતો આવી શકે છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી-માર્ચથી રાજકારણમાં અસ્થિરતા આવશે.