આગામી દિવસોમાં 21 જિલ્લા-મહાનગરોના પ્રમુખ જાહેર કરી દેવાય તેવી શક્યતા: બાકીના નામો નવા પ્રદેશ અધ્યક્ષ ફાઇનલ કરશે ડેઇલી શેયર ભાજપની ગોથે ચડેલી પતંગને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સ્થિર કરી દેશે? ફિલ્મ અને મનોરંજન જૂથવાદનો કોઇ કાળે સ્વીકાર કરાશે નહિ તેવો સ્પષ્ટ સંદેશો આપવા રાજકોટમાં મુકેશ દોશી કે કશ્યપ શુક્લની જગ્યાએ કોઇ નવું જ નામ પણ આવી શકે રાજ્યમાં અનેક સ્થળોએ વિરોધ વંટોળ ઉભો થવાના કારણે ભાજપ દ્વારા જિલ્લા અને મહાનગરોના પ્રમુખના નામ જાહેર કરવામાં સતત ઢીલ દાખવવામાં આવે છે. એક શક્યતા એવી પણ છે કે પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરાયા બાદ નવા અધ્યક્ષ પોતાની ટીમ ફાઇનલ કરશે. પરંતુ પક્ષના સંગઠનના બંધારણ મુજબ 50 ટકા જિલ્લા અને મહાનગરોના પ્રમુખ જાહેર કર્યા બાદ પ્રદેશ અધ્યક્ષ નીમી શકાય છે. જો આ નિયમનું ચુસ્ત પાલન કરવામાં આવે તો આગામી એકાદ-બે દિવસમાં રાજ્યના 21 તાલુકા-મહાનગરોના પ્રમુખના નામ પક્ષ દ્વારા જાહેર કરી દેવામાં આવશે. જ્યારે બાકી રહેતા નામો નવા અધ્યક્ષ જાહેર કરશે. જિલ્લા અને મહાનગરોના પ્રમુખની પસંદગી માટે ભાજપ હાઇકમાન્ડ દ્વારા અલગ-અલગ સાત નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં કોઇપણ પ્રકારની વય મર્યાદા રાખવામાં આવી નથી. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પણ પ્રમુખ પદ માટે દાવેદારી કરવાની છૂટછાટ આપવામાં આવી હતી. પરંતુ પક્ષ હાલ એવી ગંભીર વિચારણા કરી રહ્યો છે કે 60 વર્ષથી વધુની વય મર્યાદા ધરાવતા આગેવાન સંગઠનલક્ષી કામગીરીના ભારણમાં કોઇ અસાધ્ય રોગનો ભોગ ન બને તેની તકેદારી રાખવા માટે વડીલ એટલે કે સિનિયર સિટીઝન બની ચુકેલા કોઇ કાર્યકરને પ્રમુખ પદ આપવું નહિં કારણ કે ભાજપ 365 દિવસ સતત કામ કરતી પાર્ટી છે. પક્ષ દ્વારા એક પછી એક કાર્યક્રમ આપવામાં આવે છે. આવામાં જો કોઇ વડીલ આગેવાનને પ્રમુખ પદ આપવામાં આવે તો પક્ષની સંગઠનલક્ષી કામગીરી, પક્ષના વિવિધ કાર્યક્રમો પર અસર પડે છે. જો કામના ભારણ હેઠળ દબાઇ કોઇ રોગનો ભોગ બને તેવી પણ શક્યતા રહેલી છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી પક્ષ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી 60 વર્ષ કે તેથી વધુની વય મર્યાદા ધરાવતા આગેવાનને પ્રમુખ પદ આપવામાં આવશે નહિ. મંડલ પ્રમુખો માટે 40 અને ખાસ કિસ્સામાં 45 વર્ષની ગાઇડલાઇન રાખવામાં આવી હતી. જેનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.
કાર્યશાળા દરમિયાન એવું પણ કહેવામાં આવ્યું હતું કે જિલ્લા અને મહાનગરોમાં 60 વર્ષથી વધુની વય ધરાવતા કોઇ આગેવાનને પ્રમુખ પદ આપવામાં આવશે નહિ. પરંતુ જે સાત નિયમો જાહેર કરવામાં આવ્યા તેમાં વય મર્યાદાનો નિયમ રદ્દ કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પણ પ્રમુખ પદ માટે દાવેદારી કરવાની છૂટછાટ આપવામાં આવી હતી. 33 જિલ્લા અને આઠ મહાનગર પાલિકાના પ્રમુખ પદ માટે 1250થી વધુ આગેવાનોએ દાવેદારી કરી છે. આવામાં પક્ષ દ્વારા બંધ બારણે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે શક્ય હોય ત્યાં સુધી કોઇ વડીલ વ્યક્તિ એટલે કે 60 વર્ષથી વધુ વય ધરાવતા વ્યક્તિને પ્રમુખ પદ આપવું નહિ. જો ખાસ કિસ્સામાં પ્રમુખ પદ આપવાનું થાય તો બાંધછોડ કરવા માટે પણ પક્ષની તૈયારી છે. આ ઉપરાંત એક વ્યક્તિ એક હોદ્દાનો જે પક્ષ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તેનો પણ ચુસ્ત અમલ કરવાની નીતિ રાખવામાં આવી છે. ચૂંટાયેલા કોઇ પ્રતિનિધિને બને ત્યાં સુધી પ્રમુખ પદ આપવાની ગણતરીમાં હાલ હાઇકમાન્ડ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ પ્રમુખ પદને લઇ રાજકોટ સહિત અનેક શહેરોમાં વિવાદ-વંટોળ ફાટી નીકળ્યો છે. જૂથવાદ લબકારા મારી રહ્યો છે. પક્ષ જૂથવાદને કોશવાની તૈયારીમાં નથી. આવામાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પદ માટે હાલ મુકેશ દોશી અને કશ્યપ શુક્લનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. બંને જૂથોએ છેક દિલ્હી સુધી લોબિંગ કર્યું છે અને ભલામણનો મારો ચલાવ્યો છે. આવામાં જૂથવાદનો સ્વીકાર ન કરવાની પક્ષની વ્યૂરચના મુજબ દોશી કે શુક્લના સ્થાને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે કોઇ જ નવું નામ આવી શકે છે. જે પક્ષના સંગઠનલક્ષી બંધારણ મુજબ 50 ટકા જિલ્લા અને મહાનગરોમાં પ્રમુખની વરણી થયા બાદ પ્રદેશ પ્રમુખની વરણી થઇ શકે છે. જો કે, આ પક્ષનું આંતરિક બંધારણ હોય તેમાં કોઇ ફેરફારનો અવકાશ પણ રહેલો છે. જો આ નિયમનું ચુસ્ત પાલન કરવામાં આવે તો આગામી બે-ચાર દિવસોમાં 21 જિલ્લા અને મહાનગરોના પ્રમુખોના નામ જાહેર કરી દેવામાં આવશે. ત્યારબાદ બાકી રહેતા જિલ્લા કે મહાનગરોના પ્રમુખના નામ નવા પ્રદેશ અધ્યક્ષ જાહેર કરી શકે છે. ગુજરાત ભાજપ માટે એક રાજકીય પ્રયોગશાળા છે પરંતુ જિલ્લા અને મહાનગરોની પ્રમુખની પસંદગીનું કોકડું છેલ્લા ઘણા દિવસોથી ગુંચવાયેલું છે. ભાજપની ગોથે ચડેલી પતંગ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સ્થિર કરી દે તેવી શક્યતા નકારી શકાતી નથી.