આટલા વર્ષો દરમિયાન રિલાયન્સે અભૂતપૂર્વ વૃદ્ધિ સાધી,તમામ વ્યાપાર ક્ષેત્રે શક્તિ અને પ્રતિબદ્ધતાનો વારસો પ્રસ્તુત કરનારા નવા સીમાચિહ્નો સ્થાપિત કર્યાં : મુકેશ  અંબાણી

Spread the love

ડિસેમ્બર 31, 2024ના રોજ પૂરાં થયેલા ક્વાર્ટરના કોન્સોલિડેટેડ પરિણામો

ક્વાર્ટરલી કોન્સોલિડેટેડ રેવન્યુ ₹ 267,186 કરોડ ($ 31.2 બિલિયન), Y-O-Y 7.7% વધી

વિક્રમી ક્વાર્ટરલી કોન્સોલિડેટેડ EBITDA ₹ 48,003 કરોડ ($ 5.6 બિલિયન), Y-O-Y 7.8% વધી

વિક્રમી ક્વાર્ટરલી કોન્સોલિડેટેડ કરવેરા બાદનો નફો ₹ 21,930 કરોડ ($ 2.6 બિલિયન), Y-O-Y 11.7% વધ્યો

જિયો પ્લેટફોર્મસનો વિક્રમી ક્વાર્ટરલી કરવેરા બાદનો નફો ₹ 6,857 કરોડ, Y-O-Y 25.9% વધ્યો

રિલાયન્સ રિટેલનો ક્વાર્ટરલી કરવેરા બાદનો નફો ₹ 3,485 કરોડ, Y-O-Y 10.1% વધ્યો

મુંબઈ

આ પરિણામો વિશે ટિપ્પણી કરતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર, મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, “ગત મહિને અમારી જામનગર રિફાઈનરીની 25મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ હતી. આટલા વર્ષો દરમિયાન રિલાયન્સે જે અભૂતપૂર્વ વૃદ્ધિ સાધી છે તેમજ અમારા તમામ વ્યાપાર ક્ષેત્રે શક્તિ અને પ્રતિબદ્ધતાનો વારસો પ્રસ્તુત કરનારા નવા સીમાચિહ્નો સ્થાપિત કર્યાં છે તે જોઈને મને અતિશય આનંદ થઈ રહ્યો છે. આ ત્રિમાસિક ગાળા માટે કન્સોલિડેટેડ લેવલે રેકોર્ડ EBITDA અને PATની પ્રસ્તુતિ એ આનો પૂરાવો છે.સબસ્ક્રાઈબર્સમાં સાતત્યપૂર્ણ ઉમેરા તેમજ કસ્ટમર એન્ગેજમેન્ટ મેટ્રિક્સમાં સાતત્યપૂર્ણ સુધારાની દોરવણીમાં ડિજિટલ સર્વિસીઝ વ્યાપારમાં તીવ્રતમ વૃદ્ધિ જોવા મળી છે. અનુકૂળ સબસ્ક્રાઈબર મિક્સ તરફથી તેને ખાસ્સું સમર્થન મળ્યું હતું, અને 5જી નેટવર્કમાં અપગ્રેડ કરનારા યુઝર્સની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જિયો તરફથી પ્રસ્તુત કરાઈ રહેલી હોમ બ્રોડબેન્ડ સર્વિસીઝનો પણ વ્યાપ અત્યંત ઝડપથી વધી રહ્યો છે અને તેની સર્વોપરી માર્કેટ પોઝિશન જાળવી રહી છે. જે રીતે જિયો વૃદ્ધિ પામે છે અને નવા ઈન્ડિયાની ટેકનોલોજી ક્ષમતાઓને વિસ્તારવામાં મદદરૂપ થાય છે તે જોઈને મને ખૂબ આનંદ થઈ રહ્યો છે. જિયોની વિવિધ ટીમ તરફથી તેમની ઓફરિંગ્સમાં વૃદ્ધિ કરવાનું જારી રખાયું છે, જે બાબત તમામ માટે બેસ્ટ-ઈન-ક્લાસ ડિજિટલ અનુભૂતિ પ્રસ્તુત કરવા ટેકનોલોજી ફલકમાં સતત ઉત્ક્રાંતિ આણવાની ખેવનાને અનુરૂપ છે.રિટેલ સેગમેન્ટે મજબૂત પ્રદર્શન દર્શાવ્યું છે, જેમાં તમામ ફોર્મેટમાં નોંધપાત્ર યોગદાન જોવા મળ્યું છે. આ ત્રિમાસિક ગાળામાં તહેવારોની માગની સાથે વપરાશમાં પણ તેજી જોવા મળતાં વ્યાપાર સારી રીતે મૂડીકૃત રહ્યા છે. ગ્રાહકોની જરૂરિયાતો અને પસંદગીઓને સર્વોત્તમ રીતે સમજવાની ક્ષમતા જ રિલાયન્સ રિટેલને યોગ્ય સમયે, યોગ્ય પ્રોડક્ટને યોગ્ય ચેનલ દ્વારા વ્યાપક ડેમોગ્રાફિક પ્રોફાઈલ્સ સમક્ષ પ્રસ્તુત કરવા સક્ષમ બનાવે છે. ગ્રાહક-કેન્દ્રિત નવતર પ્રયોગોને મધ્યમાં રાખીને, આ વ્યાપાર પોતાની બહોળી પહોંચ અને સતત વિસ્તરી રહેલા પ્રોડક્ટ બાસ્કેટ દ્વારા પોતાના ગ્રાહકોને શોપિંગની સર્વોત્તમ અનુભૂતિ પ્રદાન કરવા ઉત્ક્રાંતિ પામી રહ્યો છે.

O2C વ્યાપારે તેની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવતા વૈશ્વિક ઊર્જા બજારોમાં લાંબા સમયની અફરાતફરી વચ્ચે પણ વૃદ્ધિ નોંધાવી છે. રિફાઈનિંગ માર્જિન્સમાં તબક્કાવાર રિકવરી જોવા મળી છે, જેમાંથી પેટ્રોકેમિકલ ડેલ્ટામાં મિશ્ર અસરો જોવા મળી હતી. અપસ્ટ્રીમ સેગમેન્ટ ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવા માટે મહત્ત્વપૂર્ણ ટ્રાન્ઝિશન ફ્યુઅલ પૂરું પાડવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવવાનું ચાલુ રાખી રહ્યું છે.અમે આજે વધુ એક અનન્ય સીમાચિહ્નને સર કરી રહ્યા છીએ ત્યારે, આપણે પરિવર્તનકારી વૃદ્ધિ માટે સુસજ્જ થઈએ છીએ જેનો રિલાયન્સ નજીકના ભવિષ્યમાં અનુભવ કરશે તે નિશ્ચિત છે.”

કોન્સોલિટેડેટ જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (જેપીએલ)

ક્વાર્ટરલી રેવન્યુ ₹ 38,750 કરોડ, Y-o-Y 19.2% નો વધારો

ક્વાર્ટરલી EBITDA ₹ 16,585 કરોડ, Y-o-Y 18.8% નો વધારો

ડિસેમ્બર 23ના અંતે કુલ સબસ્ક્રાઇબર્સ બેઝ ~482 મિલિયન, Y-o-Y 2.4% નો વધારો

વધુ એક ક્વાર્ટરમાં સુદૃઢ સુધારા સાથે ARPU ₹ 203.3, ટેરીફના વધારાની અસર હજુ આવવાની બાકી

3Q FY25માં મજબૂત ~2 મિલિયન નવા કનેક્શન સાથે હોમ કનેક્ટ્સ માટે વિક્રમી ક્વાર્ટર

જિયોએરફાઇબર ~4.5 મિલિયન સબસ્ક્રાઇબર બેઝ સાથે ગ્લોબલ લિડરશીપ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે

170 મિલિયન સબસ્ક્રાઇબર બેઝ સાથે જિયો વિશ્વનું અગ્રણી સ્ટેન્ડઅલોન 5G ઓપરેટર (ચીન સિવાય) છે

રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન આકાશ એમ. અંબાણીએ જણાવ્યું કે, “જિયોએ દરેક ભારતીય માટે વિશ્વની શ્રેષ્ઠ કમ્યુનિકેશન ટેક્નોલોજિસ લાવીને ડિજિટલ ઇન્ક્લુઝનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પાછલા વર્ષમાં 5G અપનાવવાની ઝડપનો વ્યાપ વધતાં અને ટિયર વન નગરોની બહાર ફિક્સ્ડ બ્રોડબેન્ડના વિસ્તરણે ડિજિટલ ઈન્ડિયા મિશનને વધુ મજબૂત બનાવ્યું છે. જિયો કનેક્ટેડ, ઇન્ટેલિજન્ટ ભવિષ્ય તૈયાર કરવા માટે એઆઇની તાકાતને સંપૂર્ણપણે અપનાવીને ટેક્નોલોજી ઇનોવેશનમાં નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે જે ખરેખર પરિવર્તનકારી છે. તેનાથી આગામી ઘણા વર્ષો સુધી વેલ્યૂ ક્રીએશન થતું રહેશે.”

કોન્સોલિડેટેડ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (આરઆરવીએલ)

ક્વાર્ટરલી રેવન્યુ ₹ 90,333 કરોડ, Y-o-Y 8.8% વધારે

ક્વાર્ટરલી EBITDA ₹ 6,828 કરોડ, Y-o-Y 9.5% વધારે

તમામ ફોર્મેટ્સમાં મળીને કુલ ફૂટફોલ 296 મિલિયન, 779 નવા સ્ટોર્સ ખોલ્યા

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા એમ. અંબાણીએ જણાવ્યું કે, “રિલાયન્સ રિટેલે ક્વાર્ટર દરમિયાન તમામ કન્ઝમ્પ્શન બાસ્કેટમાં તહેવારોની ખરીદીની આગેવાની હેઠળ મજબૂત પર્ફોર્મન્સ આપ્યું હતું. આકર્ષક પ્રાઇઝ વેલ્યૂ પ્રપોઝીશન પર પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી ઓફર કરવા માટેનું અમારું ધ્યાન ગ્રાહકોને અમારા સ્ટોર્સ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ તરફ ખેંચવાનું ચાલુ રાખે છે. અમે જિયોમાર્ટ – એક્સપ્રેસ ડિલિવરીઝ, મિલ્કબાસ્કેટ સાથે સ્કેડ્યૂલ્ડ ડિલિવરી – સબસ્ક્રિપ્શન સર્વિસિઝ થકી એક સીમલેસ શોપિંગ અનુભવ તૈયાર કરી રહ્યા છે કે જે તમામ કેટેગરીઓ અને કેચમેન્ટમાં વૈવિધ્યપૂર્ણ ગ્રાહકોને સેવા આપે છે”.

ઓઇલ ટુ કેમિકલ્સ (ઓ2સી) સેગમેન્ટ

ક્વાર્ટરલી રેવન્યુ ₹ 149,595 કરોડ ($ 17.5 બિલિયન), Y-o-Y 6.0 % વધારે

ક્વાર્ટરલી EBITDA ₹ 14,402 કરોડ ($ 1.7 બિલિયન), Y-o-Y 2.4 % વધારે

ઓઇલ એન્ડ ગેસ (એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન) સેગમેન્ટ

ક્વાર્ટરલી રેવન્યુ ₹ 6,370 કરોડ($ 744 મિલિયન), Y-o-Y 5.2 % વધારે

ક્વાર્ટરલી EBITDA ₹ 5,565 કરોડ ($ 650 મિલિયન), Y-o-Y 4.1 % વધારે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com