ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી
૪૦,૦૦૦ જેટલા શિક્ષકોની લાંબા સમયથી ખાલી જગ્યા, ૩૮,૦૦૦ જેટલા વર્ગખંડોની ઘટ સહિત અવ્યવસ્થા મુદ્દે શિક્ષણમંત્રી લાજવાને બદલે ગાજી રહ્યા છે
અમદાવાદ
કોંગ્રેસ શાસન રાજીવ ગાંધીના સમયમાં દેશના યુવાનોના ઉજ્જવલ ભવિષ્ય માટે કોમ્પ્યુટર અને કલમ આપવામાં આવી, ભાજપ અને ભગીની સંસ્થાઓ યુવાનોને ત્રિશુલ પકડાવવાનું કામ કર્યું હતું.રાજ્યમાં સતત કથળતી જતી શિક્ષણ વ્યવસ્થા વચ્ચે ૪૦,૦૦૦ જેટલા શિક્ષકોની લાંબા સમયથી ખાલી જગ્યા, શિક્ષણ વિભાગમાં ચાલતી ગોલમાલ-ગેરરીતિ, ૩૮,૦૦૦ જેટલા વર્ગખંડોની ઘટ સહિત અવ્યવસ્થા મુદ્દે શિક્ષણમંત્રી લાજવાને બદલે ગાજી રહ્યા હોવાનો જવાબ આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ શાસનમાં બનેલી સરકારી શાળા-કોલેજો, યુનિવર્સિટીમાં મફત શિક્ષણ મેળવનાર ભાજપા સરકારના શિક્ષણમંત્રીશ્રી સહિતના સ્વીકાર કરે કે કોંગ્રેસ શાસનમાં આદિવાસી સમાજ સહિત તમામ માટે મફત શિક્ષણ અને સારું શિક્ષણ મળતું હતું. કોંગ્રેસ શાસનમાં પૂરા પગાર સાથે શિક્ષકોની ભરતી કરવામાં આવતી હતી. જેઓને નિવૃત્તી પછી પેન્શનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ભાજપ શાસનમાં ફીક્સ પગાર-જ્ઞાન સહાયક – પ્રવાસી શિક્ષકોની પ્રથા લાગુ થઈ. ૨૪૬૨ શાળા એક શિક્ષકથી ચાલી રહી છે. ૪૦,૦૦૦ જેટલા શિક્ષકોની લાંબા સમયથી ખાલી જગ્યા છતાં શિક્ષણમંત્રીશ્રી વાતોના વડા કરી રહ્યા છે જવાબ આપો કેવી રીતે ભણશે ગુજરાત ? કોંગ્રેસ શાસન રાજીવજીના સમયમાં દેશના યુવાનોના ઉજ્જવલ ભવિષ્ય માટે કોમ્પ્યુટર અને કલમ આપવામાં આવી, ભાજપ અને ભગીની સંસ્થાઓ યુવાનોને ત્રિશુલ પકડાવવાનું કામ કર્યું હતું. કોંગ્રેસ શાસનમાં કન્યા કેળવણી સદંતર મફત, મધ્યાહન ભોજન યોજના અને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), બક્ષીપંચ સહિતના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપની વિવિધ યોજના દ્વારા શિક્ષણનો વ્યાપ વધ્યો. આદિવાસી યોજના – વિકાસના નાણાં ભાજપ સરકારના મળતિયાઓ કૌભાંડ કરીને બારોબાર ગાયબ કરી રહ્યા છે. શિક્ષણમંત્રીશ્રી કૌભાંડ મુદ્દે કેમ મૌન છે ? TET / TAT, ગુજરાત ગૌણ સેવા મંડળ, ગુજરાત સેવા આયોગ, પોલીસ ભરતી સહિતના ૨૪ જેટલા પેપરો ફૂટ્યા, સરકારી ભરતીમાં ગેરરીતિ-ગોલમાલ કરીને આરએસએસ-ભાજપાના મળતિયા અને લાખો રૂપિયાના આર્થિક વ્યવહારએ ભાજપ સરકારની ઓળખ બની ગઈ છે તે અંગે શિક્ષણમંત્રીશ્રી જવાબ આપે. અંબાજી થી ઉમરગામ આદિવાસી સમાજને સતત અન્યાય કરનારા ભાજપા સરકારના મંત્રીશ્રીઓ આત્મચિંતન કરે. આદિવાસી સમાજના હજારો બાળકો ડોક્ટર – એન્જીનિયર – ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ – MBA / MCA, શિક્ષકો, બેંક ઓફિસરો સહિત અનેક ક્ષેત્રમાં સફળ થયા તે માટે કોંગ્રેસ પક્ષની સામાજિક ન્યાય દલિત – આદિવાસી – પક્ષીપંચ સહિત સર્વ સમાજના કલ્યાણની નિતિના ફાયદા આપણે જોઈ રહ્યાં છીએ. આદિવાસી સમાજના બાળકોની પોષ્ટ મેટ્રીક સ્કોલરશીપ બંદ કરવાની નિતિ, જંગલના જમીનના અધિકાર હોય કે મનરેગામાં ભ્રષ્ટાચાર કે ગરીબોના અનાજ સગેવગે થવાના કૌભાંડ એ ભાજપ સરકારની સિધ્ધી અંગે ભાજપા સરકારના મંત્રીઓ કેમ મૌન છે ?