પેટ્રોલ છલકાયું અને ભયાનક વિસ્ફોટ,70 લોકોનાં મોત,56 લોકો ઘાયલ

Spread the love

ઉત્તર નાઇજીરીયામાં એક પેટ્રોલ ટેન્કર ટ્રક પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે તેમાં પેટ્રોલ છલકાયું અને ભયાનક વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 70 લોકો માર્યા ગયા છે અને 56 લોકો ઘાયલ થયા છે. અત્યારસુધીમાં 70થી વધુ લોકોના મૃતદેહો મળી આવ્યા છે. વિસ્ફોટ બાદ વિકરાળ આગ લાગતા 15થી વધુ દુકાનોનો નાશ થયો છે.

નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ઘાયલોને સારવાર માટે હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે, તેમની સારવાર માટે દરેક શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.’

નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના હુસૈની ઇસાએ જણાવ્યું હતું કે, ઇંધણ ટ્રાન્સફરને કારણે વિસ્ફોટ થયો હતો, જેમાં પેટ્રોલ ટ્રાન્સફર કરનારાઓ અને નજીકના લોકો માર્યા ગયા હતા.

નાઇજર રાજ્યા ગવર્નર, મોહમ્મદ બાગોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાજ્યના ડિક્કો વિસ્તારમાં પેટ્રોલ ટેન્કરમાંથી બળતણ કાઢવાનો પ્રયાસ કરતી વખતે ભીષણ આગમાં ઘણા રહેવાસીઓ ફસાઈ ગયા હતા. ઘણા લોકો બળીને મરી ગયા હતા. જે લોકો ટેન્કરની નજીક નહોતા તેઓ ઘાયલ થવા છતાં બચી ગયા હતા. આ ઘટનાને ચિંતાજનક, હૃદયદ્રાવક અને કમનસીબ ગણાવી હતી.

નાઇજર રાજ્યમાં ફેડરલ રોડ સેફ્ટી કોર્પ્સ સેક્ટર કમાન્ડર કુમાર સુકવામે પણ આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ‘તેમને રોકવાના નક્કર પ્રયાસો છતાં, લોકોનું એક મોટું ટોળું પેટ્રોલ એકત્રિત કરવા માટે એકઠું થયું હતું. અગ્નિશામકોએ આગ પર કાબૂ મેળવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com