ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા પછી યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની કમાન સંભાળી

Spread the love

અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા પછી યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની કમાન સંભાળી છે. ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત રાષ્ટ્રપતિની કમાન સંભાળતાની સાથે જ કાર્યવાહી શરૂ કરી દીધી છે. આગામી વર્ષોમાં અમેરિકાનું વલણ કેવું રહેશે તેની ઝલક ટ્રમ્પે સમગ્ર વિશ્વને આપી છે. સત્તા સંભાળતાની સાથે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર ટેરિફની જાહેરાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા 1 ફેબ્રુઆરીથી કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાદશે. આ આદેશ બાદ તેણે કંઈક એવું કહ્યું જેનાથી એક સાથે 11 દેશોમાં ખળભળાટ મચી ગયો. આ દેશોમાં ભારત અને ચીનના નામ સામેલ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિકસ દેશોને લઈ શું કહ્યું? હકીકતમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશોને ખુલ્લેઆમ ધમકી આપી છે. સોમવાર (20 જાન્યુઆરી)ના રોજ શપથ લેતાની સાથે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, સ્પેન સહિત બ્રિક્સ દેશો પર 100% ટેરિફ લાદી શકાય છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં બ્રિક્સમાં 10 દેશો સામેલ છે. જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઈરાન અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે. સ્પેન બ્રિક્સનો ભાગ નથી. આમ છતાં સ્પેન ડોનાલ્ડ ટ્રમ્પના રડાર પર છે. ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં જ બ્રિક્સ દેશો પર 100 ટેરિફ લાદવાનો સંકેત આપ્યો હતો. જોકે આ માટે તેણે એક શરત પણ મૂકી હતી.

રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની જૂની વાતને દોહરાવી છે. બ્રિક્સ દેશોનેને લઈ તેમણે કહ્યું કે, જો બ્રિક્સ દેશો અમેરિકા વિરોધી નીતિઓ લઈને આવશે તો તેણે તેના પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. ટ્રમ્પે ડિસેમ્બર 2024માં કહ્યું હતું કે, જો બ્રિક્સ દેશો યુએસ ડોલરને નબળો પાડવાના પ્રયાસમાં નવી કરન્સી બનાવે છે અથવા ડોલર સામે અન્ય કોઈ ચલણને સમર્થન આપે છે, તો યુએસ તે બધા પર 100 ટકા ટેરિફ લાદશે અને યુએસમાં આયાત કરશે. તમારે તમારી સામગ્રી વેચવા માટે ગુડબાય કહેવું પડશે. એવી કોઈ શક્યતા નથી કે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રિકસ યુએસ ડોલરનું સ્થાન લેશે. જો ટ્રમ્પની આ ચીમકી સાચી સાબિત થશે તો બ્રિક્સ દેશો માટે તે મોટી સમસ્યા સાબિત થશે. આ સાથે જ ભારત પણ ટ્રમ્પની ચીમકીની ઝપેટમાં આવી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com