શહેરમાં કિન્નરો અને લુખ્ખાઓની લાંબા સમયથી ચાલતી આવતી અદાવતમાં સભ્ય સમાજ અને પોલીસ પણ શરમજનક સ્થિતિમાં મુકાઈ તેવી સ્થિતિ ઉભી થાય છે. ગઈકાલે જ્યુબિલી ગાર્ડનમાં જૂની અદાવત અને સામું જોવા મામલે કિન્નરોના એક જૂથ અને દાતારના ખાડામાં રહેતાં એક જૂથ વચ્ચે થયેલ અથડામણ બાદ કિન્નરોએ કરેલ પોલીસ મથકને બાનમાં લઈ જાહેર રોડ પર કપડાં કાઢી ન શોભે તેવું વર્તન કરી શહેરીજનોને કફોડી સ્થિતિમાં મુક્યા હતાં. જે મામલે ખુદ પોલીસે ફરિયાદી બની 11 કિન્નરોની અટકાયત કરી હતી. બનાવ અંગે એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતાં લોકરક્ષક મેહુલકુમાર રાઠોડે નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યાં 11 કિન્નરોના નામ આપતાં એ. ડિવિઝન પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તમામની અટકાયત કરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ પીસીઆર વાનમાં ફરજ પર હતા ત્યારે ક્વટ્રોલરૂમ તરફથી કોલ મળેલ છે, જયુબેલી ગાર્ડન પાસે ઝઘડો ચાલુ છે, જેથી તેઓ કોલવાળી જગ્યા જયુબેલી ગાર્ડન પર દોડી ગયેલ હતાં અને ત્યાં દસથી બાર વ્યંઢળ હાજર હતા, તેઓએ જણાવેલ કે, અમારી સાથે અજાણ્યા યારેક શખ્સો ઝઘડો કરી ભાગી ગયેલ છે અને તેઓએ એક રસ્તો બતાવેલ, તે તરફ ભાગેલ છે તેમ જણાવેલ હતું. બનાવ બાબતે પોલીસ ફરીયાદ કરવી હોય જેથી ચાર વ્યંઢળને ગાડીમાં બેસાડેલ અને તેઓની સાથે ઝઘડો કરનાર લોકો જે રસ્તે ભાગેલ તે રસ્તે થઈ ગાડી ચલાવતા હરીહર ચોકમા પહોંચેલ તે વખતે ચાર શખ્સો પૈકીનો એક માણસ હરીહર ચોકના ખાડા પાસે ઉભેલ હતો. જેથી ઝઘડો કરનાર શખ્સ પાસે ગયેલ અને તેનુ નામ નાઝીમ દીલાવર લીંબડયા જણાવેલ અને બનાવ બાબતે પુછપરછ કરતા પોતાને થોડીવાર પહેલા જયુબેલી બગીચા પાસે વ્યંઢળો સાથે માથાકુટ થયેલનુ તે શખ્સને ગાડીમા બેસાડી બન્ને પક્ષોને એ.ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે લઇ આવેલ હતા. તે વખતે સાતેક વ્યંઢળો પણ અલગ અલગ રિક્ષામા પોલીસ સ્ટેશન પર આવી ગયેલ હતા અને બન્ને પક્ષોએ ઝઘડાના બનાવ બાબતે પોલીસ ફરીયાદ કરવી હોય જેથી બન્ને પક્ષોને પીઆઈને સોંપેલ હતા. પીઆઈ એક પક્ષના નીકીતાદે મીરાદેને સાંભળતા હતા અને ફરીયાદ લેવાનુ શરૂ કરેલ હતુ. દરમિયાન બધા વ્યંઢળો ભેગા થઇ પોલીસ સ્ટેશનમા દેકારો કરી જોર જોરથી અપ શબ્દો બોલવા લાગેલ અને પોલીસ આરોપીને પકડતી નથી તેમ દેકારા કરતા હતા. ત્યારે પોલીસ સ્ટાફે દેકારો નહી કરવા સમજાવતા સ્ટાફ સાથે ઝઘડો કરવા લાગેલ અને દેકારો કરી બોલતા હતા કે પોલીસ સ્ટેશનની સામે રસ્તા બ્લોક કરી ચકકા જામ કરી નાંખો તો જ આ પોલીસને ખબર પડશે. જેથી પોલીસ સ્ટાફે તમામ વ્યંઢળોને શાંતી રાખવાનુ જણાવી સમજાવતા વ્યંઢળો પોલીસ સ્ટેશનની નીચે ઉતરેલ અને ઢેબર રોડ ઉપર ઉભા રહી રસ્તો બ્લોક કરી નાખેલ અને રાહદારીઓને અડચળ કરેલ હતું જેથી પોલીસ સ્ટાફની ફરજમાં રૂકાવટ કરનાર 11 કિન્નરો સામે ગુનો દાખલ કરી તમામની અટકાયત કરવામાં આવી હતી.
જ્યુબિલી ગાર્ડનમાં સામે જોવા અને જૂની અદાવતમાં અજાણ્યા શખ્સો કિન્નરો વચ્ચે છરી-પાઈપથી મારામારી થયાનો વિડીયો વાયરલ થયો હતો. જે મામલે એ. ડિવિઝન પોલીસ મથકમાં 13 કિન્નરો સહિત 18 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાવ અંગે ભાવનગર રોડ પર ગંજીવાડા, શેરી નંબર 18 માં રહેતાં નીકીતાદે મીરાદે (ઉ.વ.26) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ચાર અજાણ્યા શખ્સોનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ગુરૂ સાથે રહી ભીક્ષાવૃતિનું કામ કરે છે. ગઈકાલે બપોરના સમયે તેઓ ગુરુજી મીરા દે અને બીજા ગૃપના કિન્નરો જયુબીલી બગીચામાં બેઠા હતા ત્યારે જયુબીલી ગાર્ડનમા એક અજાણ્યો શખ્સ એક્સેસ લઇ આવેલ અને તેઓની સામુ જોતો હોય જેથી તેને કહેલ કે, મારી સામુ કેમ જુએ છે? તેમ કહેતા અજાણ્યો શખ્સ ગાળો આપવા લાગેલ હતો. ત્યારે તેઓ બધા ભેગા થઈ જતા અજાણ્યો શખ્સ ભાગી ગયો હતો. ત્યાર બાદ જયુબીલી ગાર્ડનમાં એક સીએનજી રીક્ષા નં.જી.જે.03-એ.ઝેડ-8637 ઘસી આવેલ અને તેમાં અગાઉ આવેલ અજાણ્યો શખ્સ ઉતરેલ અને તેની સાથે અન્ય ત્રણેક શખ્સો પણ આવેલ હતા, અગાઉ આવેલ અજાણ્યા શખ્સ પાસે એક છરી અને અન્ય શખ્સ પાસે લોખંડનો પાઇપ હતાં. આરોપીઓએ તેને તેમજ તેના ગુરૂજી મીરાદે ને ગાળો બોલી લોખંડની પાઇપ વડે માર મારી ચપ્પુ બતાવી ઝપાઝપી કરવા લાગેલ હતાં. ઝપાઝપીમાં તેમની સાથે રહેલ નીલમ દે, અદીતી દે, મીરા દે, કોમલ દે, હેતલ દે, જયા દે ને સામાન્ય ઇજા થયેલ હતી. ઝપાઝપીમાં છોડાવવા માટે વચ્ચે કડેલ અજયભાઇને પણ ઇજા થયેલ હતી. ઝપાઝપીમા ફરિયાદીની સોનાની ચેઇન પણ પડી ગયેલ કે લઇ ગયેલ હશે. ત્યારબાદ ચારેય શખ્સો તેમની ઉપર તથા ગ્રુપના કીન્નરો ઉપર પથ્થર મારો કરતા તેની રીક્ષાના કાચ તુટી ગયેલ હતા બાદમાં પોલીસ આવી જતાં આરોપી નાસી છૂટ્યા હતાં. જ્યારે સામાપક્ષે સદર બજારમાં હરિહર ચોક દાતારના ખાડામાં રહેતાં વસીમભાઇ દીલાવર ભાઈ લીંગડીયા (ઉવ.19) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે નિકિતા દે, મીરા દે, ગોપી દે, મિહિર સહિતના દસેક કિન્નરોના નામ આપી જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના સમયે તે તેના મીત્ર અયનુલનું એકસેસ લઇ મીત્રને મોચી બજારમાં મુકવા માટે ગયેલ હતો. બાદમાં એકસેસ લઈ જયુબેલી ગાર્ડનમાં આટો મારવા માટે ગયેલ અને બગીચા પાસે પહોંચતા કીન્નર નીકીતા માસી, મીરા માસી, ગોપી દે, મીહીર નામના માણસે રોકેલ અને નીકીતા અને મીરા માસીએ કહેલ કે, ગામમાં અમારી વાતો શું કરે છે કહી માથાકુટ કરવા લાગતા તે ત્યાંથી નીકળી ગયેલ હતો. ત્યારબાદ તેને મિત્ર અયનુલ, અકમલ, નાજીમને વાત કરતાં તેઓ ચારેય જયુબીલી ગાર્ડન વોટસન મ્યુઝીયમની સામે બગીચા પાસે આવતા નિકીતા માસી સહિતના કિન્નરો એકસંપ કરી ઘસી આવેલા અને ઓપન થઈ જઈ ખોટી રીતે બદનામ કરવાની ધમકી આપી ગાળો આપી હતી. તેમજ કીન્નરો ભેગા થઇ તેમની પાસે જે લાકડીઓ હતી તે ઝુટવી લઇ મારમાર્યો હતો. તેમજ રીક્ષાનો આગળનો કાચ તોડી નાખી રીક્ષાની ઉપર લાકડીના ઘા મારી નુકશાન કરી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ બધા કિન્નરો ભેગા થઇ પોતાના કપડા ઉતારતા હોય જેથી ફરિયાદીને ભય લાગતા ત્યાંથી ભાગી છૂટ્યા હતાં. ત્યાર બાદ કિન્નરોએ એક સંપ કરી રીક્ષામા કાચ તોડી રીક્ષાને નુકશાન કરેલ હતી.