રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના ગોતા બ્રિજ નીચે અકસ્માત સર્જાયો છે.
બ્રિજ નીચે સ્કૂલ બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. હીરામણી સ્કૂલ બસ ચાલકે કાર ચાલક સાથે અકસ્માત સર્જ્યો હતો. જો કે અકસ્માત સર્જાતા ટ્રાફિકજામ સર્જાયો હતો.