રાજય ચૂંટણી કમિશ્નરના જણાવ્યા મુજબ નગરપાલિકાઓનું તારીખ 16 ફેબ્રુઆરી મતદાન યોજાશે. જેનું પરિણામ 18 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે. તેઓના વધુમાં જણાવ્યા મુજબ ઉમેદવારી નોંધાવવની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી છે.
ક્યાં ક્યાં યોજાશે ચૂંટણી?
- જુનાગઢ મહાનગરપાલિકા
- 66 નગરપાલિકા
- તાલુકા પંચાયત: કઠલાલ, કપડવંજ, ગાંધીનગર
- મધ્યસત્ર ચૂંટણી: બોટાદ અને વાંકાનેર ન.પા.
ક્યાં ક્યાં યોજાશે પેટાચૂંટણી?
- મનપા: 3 બેઠક
- નગરપાલિકા: 21 બેઠક
- જિલ્લા પંચાયત: 09 બેઠક
- તાલુકા પંચાયત: 91 બેઠક
મહત્વની તારીખો
- ચૂંટણીની જાહેરાતની તારીખ તા.21/01/2025
- જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ તા.27/01/2025
- ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તા.01/02/2025
- ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ તા.03/02/2025
- મતદાનની તારીખ તા. 16/02/2025 (રવિવાર) સવારના 7-00 વાગ્યા થી સાંજના 6-00 વાગ્યા સુધી
- પુન:મતદાનની તારીખ (જરૂરી જણાય તો) તા.17/02/2025
- મતગણતરીની તારીખ તા.18/02/2025
- ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ તા.21/02/2025
જાણો જાહેરાત
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મહત્વનાં સમાચાર મળી રહ્યા છે. જેમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થશે. સાંજે 4.30 વાગે રાજ્ય ચૂંટણી કમિશ્નર તારીખ જાહેર કરી હતી. આજે ફક્ત જૂનાગઢની મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાઓની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. કમિશ્નરના જાણાવ્યા મુજબ 4 હજાર ગ્રામપંચાયતોની ચૂંટણી બાદમાં જાહેર કરવામાં આવશે.
મહાનગરપાલિકાનું રોસ્ટર નોટિફિકેશન પણ જાહેર કરાઈ ચુક્યું
અગાઉ રાજ્યની આઠ મહાનગરપાલિકાનું રોસ્ટર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ વિભાગે રોસ્ટર સંદર્ભે નોટિફિકેશન જાહેર કર્યું હતું જે મુજબ અમદાવાદ મહાનગરપાલિકા પ્રથમ ટર્મ બેવર્ડ ક્લાસ તો બીજી ટર્મ મહિલા અનામત આપવામાં આવી છે. જ્યારે સુરત મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે તો બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે. વડોદરા મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે અનુસૂચિત જાતિના મેયર મળશે તો વડોદરા મનપામાં બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર (પછાત જાતિ) રહેશે રાજકોટ મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે અને બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર (અનુસૂચિત જાતિ) બનશે. ભાવનગર મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે અને બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે.
તૈયારીઓ તેજ
જણાવી દઈએ કે રાજ્ય ચૂંટણીપંચે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓ તેજ કરી દીધી છે. પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ અધિકારીઓની નિયુક્તિ કરી દેવામાં આવી છે. જે મુજબ રાજ્યમાં 94 ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ નિયુક્તના આદેશ આપવામાં આવ્યા હતા.
રાજ્યમાં 78 નગરપાલિકાની બેઠકો ખાલી
રાજ્યમાં 78 નગરપાલિકાની બેઠકો ખાલી છે તેમજ ખેડા અને બનાસકાંઠા જીલ્લા પંચાયત તેમજ 17 તાલુકા પંચાયત પર ચૂંટણી થશે. જૂનાગઢ તથા અન્ય મહાનગરોની ખાલી પડેલી બેઠકો માટે ફોટો મતદાર યાદી જાહેર થશે. રાજ્યમાં 27 ટકા અનામત લાગુ થતાં બેઠકોની ફાળવણી તથા સિમાકનમાં ફેરફાર થયો હતો. નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થશે ત્યારે ગયા મહિને બેઠકોની ફાળવણીને લઈ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું હતું.