અમેરિકામાં થર્ડ જેન્ડર નહીં, ફક્ત પુરુષો અને સ્ત્રીઓ જ રહેશે…. જાણો ટ્રમ્પના કડક નિર્ણયો

Spread the love

વોશિંગ્ટન

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતાની સાથે જ તેમણે યુએસ વહીવટમાં મોટા ફેરબદલ શરૂ કરી દીધા છે. રાષ્ટ્રપતિ બન્યા પછીના પોતાના પહેલા ભાષણમાં ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાનો ‘સુવર્ણ યુગ’ આજથી શરૂ થયો છે. અમેરિકામાં થર્ડ જેન્ડરને અમાન્ય જાહેર કર્યું છે. પોતાના ઉષ્માભર્યા ઉદ્ઘાટન ભાષણમાં, ૭૮ વર્ષીય ટ્રમ્પે આગામી ચાર વર્ષ માટેનું પોતાનું વિઝન રજૂ કર્યું હતું ટ્રમ્પે 20 જાન્યુઆરીને અમેરિકા માટે “મુક્તિ દિવસ” તરીકે જાહેર કરતા કહ્યું કે, “અમેરિકન પતન”નો સમય પૂરો થઈ ગયો છે અને તેઓ ખૂબ જ ટૂંક સમયમાં પરિવર્તન લાવશે. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાનો સુવર્ણ યુગ હમણાં જ શરૂ થયો છે. આ દિવસથી, આપણો દેશ સમૃદ્ધ થશે અને સમગ્ર વિશ્વમાં માન-સન્માન પ્રાપ્ત કરશે. ટ્રમ્પે કહ્યું કે તેઓ એવું અમેરિકા બનાવશે કે જેનાથી અન્ય દેશો ઈર્ષ્યા કરશે, હવે અમે અન્ય દેશોને ફાયદો ઉઠાવવા દઈશું નહીં.

૧. WHOને ગુડબાય
ટ્રમ્પે અમેરિકાને વિશ્વ આરોગ્ય સંગઠનમાંથી બહાર કાઢીને એક મોટું પગલું ભર્યું છે. હવે અમેરિકા WHOનું સભ્ય નથી. આ નિર્ણયને કારણે, WHOને ભારે અસર થશે. અમેરિકા તરફથી WHOને મળતું ભંડોળ બંધ થઈ જશે. આનાથી વિશ્વભરમાં ચાલી રહેલી ઘણી WHO યોજનાઓ પર અસર પડશે. ટ્રમ્પે ગઇકાલે પણ જળવાયુ પરિવર્તન પરના મહત્વાકાંક્ષી પેરિસ કરારમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. એક એકિઝક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા જે તેમના ચૂંટણી વચનને પૂર્ણ કરે છે. ટ્રમ્પે કહ્યું, “હું તાત્કાલિક અન્યાયી એક્તરફી પેરિસ આબોહવા કરારમાંથી ખસી રહ્યો છું.”

૨. વાણી સ્વાતંત્ર્યની હિમાયત
અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બન્યા પછી, ટ્રમ્પે અભિવ્યક્તિની સ્વતંત્રતાની હિમાયત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એક એકિઝક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા જેમાં સરકારી એજન્સીઓને અમેરિકનોની અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન ન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. “અમેરિકામાં, અમે વાણી સ્વાતંત્ર્યમાં વિશ્વાસ રાખીએ છીએ, અને તેનો ઉપયોગ સાધન તરીકે થતો અટકાવવા માટે અમે આજે તેને પાછું લાવી રહ્યા છીએ,” ટ્રમ્પે કેપિટલ વન એરેના ખાતે એકિઝક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરતા પહેલા કહ્યું, એકિઝક્યુટિવ ઓર્ડરનો ઉદ્દેશ્ય ફેડરલ સરકાર દ્વારા અમેરિકન લોકો પર થતી સેન્સરશીપને તાત્કાલિક સમાપ્ત કરવાનો છે. ટ્રમ્પના એકિઝક્યુટિવ ઓર્ડરમાં જણાવાયું છે કે ખોટી માહિતી” અને “દૂષિત માહિતી” સામે લડવાની આડમાં ભૂતપૂર્વ સંઘીય સરકારે યુનાઇટેડ સ્ટેટ્સમાં અમેરિકન નાગરિકોના બંધારણીય રીતે બાંયધરીકૃત અધિકારોનું ઉલ્લંઘન કર્યું તે કહે છે કે, મુક્ત સમાજમાં વાણી પર સરકારી સેન્સરશીપ અસહ્ય છે.

૩. બ્રિક્સને ધમકી
ટ્રમ્પે બ્રિક્સ દેશોના જૂથને ધમકી આપી છે અને કહ્યું છે કે, જો આ જૂથ અમેરિકા વિરોધી નીતિઓ લાવશે તો તેમને પણ પરિણામો ભોગવવા પડશે અને તેઓ ખુશ નહીં થાય. ઉલ્લેખનીય છે કે ભારત પણ બ્રિક્સમાં સામેલ છે. ટ્રમ્પે કહ્યું કે આ દેશોએ અમેરિકાના હિતોની વિરુદ્ધ ઘણી બધી બાબતો કરવાનો પ્રયાસ કર્યો, જો આ દેશો ભવિષ્યમાં પણ આવું કરતા રહેશે તો તેમની સાથે જે થશે તેનાથી તેઓ ખુશ નહીં હોય. ટ્રમ્પ અગાઉ બ્રિક્સ દ્વારા અલગ ચલણ રજૂ કરવાનો વિરોધ કરી ચૂક્યા છે. ટ્રમ્પની આ જાહેરાત પછી, બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સાથે તેમનો સંઘર્ષ વધી શકે છે.

૪. ટીકટોક પરથી પ્રતિબંધ હટાવ્યો
ટ્રમ્પે પદ સંભાળતાની સાથે જ ચીન સાથેના સંબંધો સુધારવાની પહેલ કરી છે. તેમણે શોર્ટ શેરિંગ વીડિયો પ્લેટફોર્મ ટિટોકને 75 દિવસનો સમય આપ્યો છે. દરમિયાન, ટિકટોકને યુએસ નિયમોનું પાલન કરવા માટે જરૂરી પગલાં લેવા પડશે. “મારા વહીવટને વ્યવસ્થિત અને યોગ્ય રીતે આગળ વધવાની મંજૂરી આપવા માટે, હું એટર્ની જનરલને આજથી 75 દિવસના સમયગાળા માટે કાયદાને લાગુ કરવા માટે કોઈ કાર્યવાહી ન કરવાનો નિર્દેશ આપી રહ્યો છું,” ટ્રમ્પે તેમના ઉદ્ઘાટન ભાષણમાં આવું કહ્યું હતું. આનાથી આપણને રાષ્ટ્રીય સુરક્ષાનું રક્ષણ કરવા સાથે લાખો અમેરિકનો દ્વારા ઉપયોગમાં લેવાતા આ પ્લેટફોર્મના અચાનક બંધ થવાથી બચવા માટે શું યોગ્ય છે તે નક્કી કરવાની તક મળશે. ટ્રમ્પે કહ્યું કે, આ સમયગાળા દરમિયાન, ન્યાય વિભાગ TikTok હોસ્ટ કરતા પ્લેટફોર્મ સામે કોઈ કાર્યવાહી કરશે નહીં. તમને જણાવી દઈએ કે યુએસ સુપ્રીમ કોર્ટે ટિટોકને બંધ કરવાનો આદેશ આપ્યો છે.

૫.રશિયા-યુક્રેન યુદ્ધ
રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધ અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમે તેના પર કામ કરી રહ્યા છીએ અને શક્ય તેટલી વહેલી તકે તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ટ્રમ્પે કહ્યું કે, જો હું રાષ્ટ્રપતિ હોત તો યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ ન થયું હોત. ટ્રમ્પના આ નિર્ણય પછી, રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે નવી વાતચીત શરૂ થઈ શકે છે.

૬. ‘આપણને ગ્રીનલેન્ડની જરૂર છે’
ગ્રીનલેન્ડ પર અમેરિકાના કબજાની ચર્ચાઓ વચ્ચે, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ગ્રીનલેન્ડ એક અદ્ભુત સ્થળ છે અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે આપણને તેની જરૂર છે. મને ખાતરી છે કે ડેન્માર્ક પણ સાથે આવશે કારણ કે તેને જાળવવા માટે તેમને ઘણા પૈસા ખર્ચ થઈ રહ્યા છે. ગ્રીનલેન્ડના લોકો ડેન્માર્કથી ખુશ નથી. આ આપણા માટે જરૂરી નથી. આંતરરાષ્ટીય સુરક્ષા માટે આ જરૂરી છે. તમે જઓ છો કે રશિયન અને ચીની બોટ અને યુદ્ધ જહાજો બધે ફેલાયેલા છે. ટ્રમ્પની આ જાહેરાત યુરોપ અને અમેરિકા વચ્ચે તણાવ વધારી શકે છે. હવે આપણે જોવાનું છે કે, ટ્રમ્પ પોતાની યોજનાઓને અમલમાં મૂકવા માટે ક્યાં પગલાં લે છે.

૭. કેનેડા-મેક્સિકો પર ૨૫% ટેરિફ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પદ સંભાળતાની સાથે જ કેનેડા અને મેક્સિકો તરફ નજર ફેરવી છે. ટ્રમ્પે કહ્યું છે કે, તેઓ કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાદી શકે છે. જોકે, આ નિર્ણય ૧ ફેબ્રુઆરીથી લગભગ ૧૦ દિવસ પછી અમલમાં આવશે. આ નિર્ણયને કારણે, ઉદ્યોગપતિઓએ કેનેડા-મેક્સિકોથી અમેરિકા આવતા માલ પર 25 ટકા ટેક્સ ચૂકવવો પડશે. જો ટ્રમ્પ આ નિર્ણય લાગુ કરે છે તો અમેરિકા તેના પડોશીઓ સાથે વેપાર યુદ્ધ શરૂ કરી શકે છે. કારણ કે ભલે કેનેડાએ કહ્યું હોય કે તે અમેરિકા સાથે સામાન્ય સંબંધો ઇચ્છે છે. જો ટ્રમ્પ ટેરિફ વધારશે તો કેનેડા અને મેક્સિકોની સરકારોએ પણ આ જ પગલું ભરવું પડશે.

૮. અમેરિકામાં થર્ડ જેન્ડર નહીં, ફક્ત પુરુષો અને સ્ત્રીઓ જ રહેશે
અમેરિકન સમાજ પર દૂરગામી અસરો પાડનારા નિર્ણયમાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે દેશમાં ત્રીજા લિંગ (થર્ડ જેન્ડર)ની વિભાવનાને નાબૂદ કરી દીધી છે. તેમણે કહ્યું છે કે દેશમાં ફક્ત બે જ જાતિ હશે – પુરુષ અને સ્ત્રી. આના કારણે અમેરિકામાં થર્ડ જેન્ડરને આપવામાં આવતી સુવિધાઓ સમાપ્ત થઈ જશે. હકિકતમાં, અમેરિકામાં ઘણા યુવાનો પ્રચારથી પ્રભાવિત થઈને પોતાનું લિંગ બદલી રહ્યા હતા. ઉદ્યોગપતિ એલોન મસ્કના પુત્રએ પણ આવું જ પગલું ભર્યું હતું. આ પછી, ટ્રમ્પે તેને સમાપ્ત કરવાનું વચન આપ્યું છે.

9. 6 જાન્યુઆરીના ગુનેગારોને માફી
ટ્રમ્પે 6 જાન્યુઆરી, 2021ના રોજ કેપિટોલ હિલ પર હુમલો કરનારા 1,500 રિપબ્લિકન પાર્ટીના કાર્યકરોને માફ કરી દીધા છે. હવે તેમની સામે કોઈ કેસ દાખલ કરવામાં આવશે નહીં. જ્યારે ટ્રમ્પ 2020માં હારી ગયા ત્યારે વોશિંગ્ટનમાં ઘણી હિંસા થઈ હતી અને ટ્રમ્પના સમર્થકો યુએસ સંસદ કેપિટોલ હિલ પર કબજો કરવા માંગતા હતા.

૧૦, મેક્સિકો સરહદ પર કટોકટી
રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકાની સરહદો સીલ અને સુરક્ષિત કરવાનો નિર્ણય લીધો છે. શપથ ગ્રહણ કર્યા પછીના પોતાના સંબોધનમાં, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની દક્ષિણ સરહદ પર રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી. તમને જણાવી દઈએ કે અમેરિકાની દક્ષિણ સરહદ મેક્સિકોને સ્પર્શે છે. અમેરિકાને મેક્સિકન સરહદ પરથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની મોટા પાયે ઘૂસણખોરીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આ સરહદ પરથી ઘૂસણખોરી રોકવા માટે અહીં સેના તૈનાત કરવામાં આવી છે. આ નિર્ણયને કારણે, અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા ઘુસણખોરો તેમના પુરવઠાથી વંચિત રહેશે. ચૂંટણી દરમિયાન અમેરિકામાં ઘૂસણખોરી એક મોટો મુદ્દો બન્યો. વધુમાં, ટ્રમ્પે એક આદેશ પર હસ્તાક્ષર કર્યા જે યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મેલા લોકોને નાગરિક્તા આપવાની નીતિનો અંત લાવશે, જે ચોક્કસપણે લાંબી કોર્ટ લડાઈ શરૂ કરશે. પહેલાં, અમેરિકામાં જન્મેલા બાળકને કુદરતી રીતે અમેરિકન નાગરિકતા મળતી હતી. ટ્રમ્પના બીજા એક્ઝિક્યુટિવ ઓર્ડર બાદ, મેક્સીકન ડ્રગ કાર્ટેલને આતંકવાદી સંગઠનો જાહેર કરવામાં આવ્યા છે. ટ્રમ્પે ફેડરલ ભરતી પર પણ રોક લગાવી દીધી છે અને સરકારી કર્મચારીઓને ઘરેથી કામ કરવાને બદલે ઓફિસમાં પાછા ફરવાનો આદેશ આપ્યો છે. તેમણે “સરકારી કાર્યક્ષમતા વિભાગ” બનાવવા માટે કાગળ પર પણ હસ્તાક્ષર કર્યા. જે અબજોપતિ એલોન મસ્કના નેતૃત્વ હેઠળનું બાહ્ય સલાહકાર બોર્ડ છે જેનો હેતુ સરકારી ખર્ચના મોટા ભાગને ઘટાડવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com