અમદાવાદ
ભારત સરાકરનાં વિકસીત ભારત ૨૦૪૭ અતંર્ગત રાજય અને તેમાં મેટ્રોપીલીટન શહેરનાં ડેવલપમેન્ટ મુજબ અમદાવાદ શહેરમાં વીઝન – ૨૦૩૬ અને વિકસીત અમદાવાદ ૨૦૪૭નાં સીટીનો ક્રોમ્પ્રરેન્શીવ ડેવલપમેન્ટ થાય તે માટે જુદા જુદા અમદાવાદ શહેરનાં પ્રશ્નો તેનાં સોલ્યુશન સાથેનો અમદાવાદનો સીટીમાસ્ટરપ્લાન તૈયાર કરવા માટે કન્સલટન્ટની નિમણૂક કરવા, સર્વે કરાવવા તેમજ સર્વે આધારિત કોમ્પ્રીહેન્સીવ રીપોર્ટ બનાવવાના કામ માટે ત્રણ સ્ટેજમાં (QCBS) QUALITY AND COST BASED SELECTION સીસ્ટમથી કન્સલ્ટન્ટની નિમણુંક કરવામાં આવશે.
અમદાવાદ શહેરમાં આગામી ઓલમ્પીક ૨૦૩૬ના આયોજનના ભાગરુપે વીઝન ૨૦૩૬ તથા વિકસીત ભારત ૨૦૪૭નાં માપદંડોનાં આધારે અમદાવાદ શહેરનું પણ ડેવલપમેન્ટ કરવાનું થતું હોઈ, જેથી શહેરમાં ટ્રાન્સપોર્ટેશન માસ્ટર પ્લાન તૈયાર કરવા અમદાવાદ શહેરની જરુરીયાત મુજબના હયાત ટી.પી. રોડ, ટ્રાન્સપોર્ટ ફેસીલીટી, અર્બન ડીઝાઈન એન્ડ પ્લાનીંગ, સીટી બ્યુટીફીકેશન, સીટી ઈન્ફ્રાસ્ટ્રકચર, સીટી લોજીસ્ટીક, ટ્રાફીક વગેરેનો ડીટેઇલ સર્વે કરી તેના કોમ્પ્રીહેન્સીવ રીપોર્ટ બનાવવાનો થાય જે માટે તેને નીચે મુજબનાં ત્રણ સ્ટેજમાં વહેંચીને માસ્ટર પ્લાનીગ કરવાનું આયોજન કરેલ છે.
• જેમાં પ્રથમ સ્ટેજમાં શહેરની જુદા જુદા ક્ષેત્રોમાં વર્તમાન પરસ્થિતિ, આગામી આવનાર પ્રોજેકટ તેમજ માંગ તથા પુરવઠા વગેરેનો તફાવત સહિતનું ઉડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવનાર છે.
• બીજા સ્ટેજમાં અમદાવાદ ૨૦૩૬ અને વીકસીત ૨૦૪૭ના માપદંડો નક્કી કરી જુદા જુદા ક્ષેત્રમાં સંકળાયેલ સ્ટેક હોલ્ડર તેમજ શહેરની સમજનાં આધારે તબક્કાવાર સલાહ તેમજ માર્ગદર્શન સાથેની વિગતો પૂરી પાડવામાં આવશે.
• ત્રીજા સ્ટેજમાં શહેરની પ્રાયોરીટી તેમજ નાણાંકીય ભંડોળનાં આધારે અ.મ્યુ.કોં.ની જરૂરીયાત મુજબ અમલકરવા માટેનું વીઝન ડોક્યુમેન્ટ આપવામાં આવશે.
સદર રીપોર્ટ ના ભાગરૂપે અર્બન ઇન્ફાસ્ટકચર, ઇન્ડસ્ટ્રીયલ અને કોમશિયલ ઇન્ફ્રાસ્ટકચર, હેરીટેજ અને કલ્ચર, એજ્યુકેશન અને હેલ્થ, વેધર અને ક્લાયમેટ, સ્પોર્ટસ, હવાઈ, રેલ, રોડ ની કનેકટીવીટી અંતર્ગત જરૂરીયાત અને ગેપ નો સર્વે કરી કન્સલ્ટન્ટ દ્વારા ડેવલપ કરવાના થતા વિવિધ ઇન્ફાસ્ટકચર અંગેની ડિઝાઇન અને લોકેશન સાથેનો રીપોર્ટ પણ તૈયાર કરવામાં આવનાર છે.
અમદાવાદ ને વિઝન અમદાવાદ ૨૦૩૬ અને વિકસીત અમદાવાદ ૨૦૪૭ અંતર્ગત શહેરને વિશ્વસ્તરીય માળખાગત સુવિધા સાથે ડેવલોપ કરવા માટે નીચે મુજબ ના જુદા જુદા પેરામીટર/સ્ટેક હોલ્ડર પર કામગીરી કરાવવામાં આવનાર છે.
અર્બન પ્લાનીગ,ટ્રાન્સપોટેશન/ટ્રાફીક/રોડ ઈન્ફ્રાસ્ટ્રકચર,એકોમોડેશન અને હાઉસીગ
મેન્યુફેક્ચરીનગ,રીયલ એસ્ટેટ અને કન્સ્ટ્રકશન
એફોડેબલ એન્ડ ક્લીન એનર્જી,લોજીસ્ટીક, ક્લાયમેટ ચેન્જ,બ્યુટીફેકેશન,ટેલીકોમ્યુનિકેશન, ઉર્જા, પાણી, ગટર, શીક્ષણ, રમતગમતની સુવિધાઓ
શહેરનાં ભાોગૈલીક પ્રશ્નો તેમજ તેનું સોલ્યુશન
અમદાવાદ શહેરને વિશ્વસ્તરીય માળખાગત સુવિધાઓ માટે તેમજ શહેરનાં આર્થીક વિકાસ માટે મુખ્ય પાસાઓ જેવા કે ઉધોગ, બાંધકામ, શીક્ષણ, હેલ્થ, ઈન્ફ્રાસ્ટ્રકચર જેવા ક્ષેત્રોની શહેરીની વિગત મેળવી તેમાં જરૂરી ફેરફાર તેમજ સૂચનો મેળવવામાં આવશે.
વધુમાં અ.મ્યુ.કો. દ્વારા શહેરમાં રોડ નેટવર્ક, ટ્રાન્સપોર્ટેશનને લગતા ઇન્ફ્રાસ્ટ્રકચર જેવા કે ફલાય ઓવર, અંડરપાસ, રેલ્વે ઓવરબ્રીજ અંન્ડર પેસ ડેવલપમેન્ટ, પ્લેસમેકીંગ, ગેધરીંગ પ્લેસમેકીંગ, ગેધરીંગ પ્લેસ તથા ટ્રાફીક મેનેજમેન્ટ,જંકશન ઈમ્પ્રુવમેન્ટ તેમજ અર્બન ડીઝાઇન અને પ્લાનીંગ સાથેનું સ્ટ્રેટેજીક ફોરકાસ્ટ મુજબ સીટી માટે પાણી, ગટર, રોડ, બિલ્ડીંગ ની જરુરીયાત પ્રમાણેનો કોમ્પ્રીહેન્સીવ પ્લાનીંગ અમદાવાદ શહેર ની દૈનિક જરૂરીયાત અંતર્ગત વર્ષ ૨૦૩૬ અને ૨૦૪૭ ને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવનાર છે.