તંત્ર અજાણ,ચાઈનાના MAC Addressથી ચાઈનામાં બેઠા બેઠા શહેરની ગતિવિધી તથા અન્ય માહીતી સરળતાથી મેળવી શકાય અને જોઈ પણ શકાય : નવા ટેન્ડરમાં સી.સી.ટી.વી. કેમેરાના MAC Address ઈન્ડીયાના હોવા જોઇએ તે બાબતની ફરજીયાત જોગવાઈ
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુ.કોર્પોરેશન દ્વારા સને ૨૦૨૦માં સલામતી અને સુરક્ષાના હેતુસર અમદાવાદના પશ્ચિમ ઝોનમાં સી.જી.રોડ પર રૂા.૯ કરોડના ખર્ચે કુલ ૧૭ સી.સી.ટી.વી. કેમેરા લગાવેલ હતાં તે તમામ સી.સી.ટી.વી. કેમેરા મેક ઈન ચાઈના હોવાથી તેના MAC Address ચાઈનાના હતાં જે બાબતે તંત્ર અજાણ હતું જેને કારણે ચાઈનાના MAC Address હોવાથી ચાઈનામાં બેઠા બેઠા શહેરની ગતિવિધી તથા અન્ય માહીતી સરળતાથી મેળવી શકાય અને જોઈ પણ શકાય તેથી સી.સી.ટી.વી. કેમેરાના MAC Address ચાઈનાના હોવાની બાબતની તંત્રને જાણ થતાં તાત્કાલિક તમામ સી.સી.ટી.વી કેમેરા બંધ કરી દેવામાં આવેલ છે જે લાંબા સમયથી બંધ હાલતમાં છે જેને કારણે રૂા.૯.૦૦ કરોડનો ખર્ચ પાણીમાં જવા પામેલ છે આ બાબતે તંત્ર દ્વારા પુરતું ધ્યાન નહી રાખવાના કારણે શહેરની તથા નગરજનોની સલામતી જોખમાઇ છે જે ખુબ જ ગંભીર બાબત છે હવે મોડે મોડે જાગેલ તંત્રને નવા સી.સી.ટી.વી કેમેરા લગાવવાનું યાદ આવ્યું અને તે બાબતે નવા ટેન્ડર પણ કાઢવાની કામગીરી શરૂ કરેલ છે તે નવા ટેન્ડરમાં સી.સી.ટી.વી. કેમેરાના MAC Address ઈન્ડીયાના હોવા જોઇએ તે બાબતની ફરજીયાત જોગવાઈ કરવામાં આવી છે. પહેલાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવા બાબતે ખર્ચેલ રૂા.૯ કરોડ પાણીમાં અને સલામતી બાબતે અક્ષમ્ય બેદરકારી અને નવા સી.સી.ટી.વી કેમેરા લગાવવાનો ખર્ચ અલગ, જેથી આવી ગંભીર બાબતને ધ્યાનમાં લઈ ટેકનોલોજીને લગતાં તમામ સાધનો બાબતે પુરતી તકેદારી રાખવા બાબતે તંત્ર દ્વારા તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગણી છે