ગુજરાતમાં કેસરીયો લહેરાયો અને 23 વર્ષથી એક હથ્થુ શાસન ભાજપ ભોગવી રહ્યું છે. ત્યારે જીજે 18 ખાતે ભાજપનું જીજે 18 ને કબ્જે કરવાનું સપનું જ રહ્યું છે પણ હવે ભિષ્મપિતામહ એવા કોંગ્રેસના જશુભાનો જુસ્સો જે અકબંધ છે તે જોતા જીજે 18 માં ભાજપ કેસરીયો લહેરાવે તો નવાઈ નહીં
ગાંધીનગર
ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ચુંટણીમાં જ કેસરીયો લહેરાઈ ગયો છે ત્યારે અનેક જગ્યાએ બિનહરીફ મોટાભાગની ભાજપની થયેલી છે ત્યારે કોંગ્રેસનો કાળો કકળાટ કાળી ચૌદશે ના નીકળ્યો પણ ચુંટણીટાણે કોંગ્રેસનો કાળો કકળાટ શમવાને બદલે વધ્યો છે ત્યારે કોંગ્રેસના ભિષ્મપિતામહ એવા જશુભાનો જુસસો અકબંધ રહ્યો છે. છાલા બેઠકમાં જશુભાને મનાવવા અનેક તરકીબો અજમાવવા છતાં કોંગ્રેસના નેતાઓ સફળ થયા નથી. ત્યારે હાલ કોંગ્રેસના ગુસ્સા સામે જશુભાનો જુસ્સો અકબંધ રહેતા છાલા સીટમાં કોંગ્રેસની છાલ નીકળી જાય તેવું સૂત્રો જણાવી રહ્યાં છે.
વર્ષોથી ગઢ રહેલો કોંગ્રેસની અ સીટ હાલ ભારે જોખમમાં પ્રવેશી ગઈ છે. ત્યારે કોંગ્રેસના મેન્ડેટ ઉપર શનાભાઈ ચૌધરી પોતે લડી રહ્યાં છે ત્યારે મનાવવા ઘણાં જ લોકો પ્રયત્નો અસફળ રહ્યાં છે. છાલા બેઠક પર અપક્ષ તરીકે રાહુલસિંહે ઉમેદવારી કરતાં ભાજપ માટે જીત આસાન પણ લાગી રહી છે પણ હા જશુભાનો જુસ્સો હવે રાહુલસિંહ માટે કેટલો ફાયદાકારક નીવડે છે તે તો સમય જ બતાવશે પણ હા ગુજરાતમાં મોટાભાગની સીટો પર મેન્ડેટ ન પહોંચવાથી લઈને અનેક લોકોના ખેલ ઊંધા કરી દીધા કે પછી સેટીંગ ડોટ કોમ ? આમ ચુંટણી લડ્યા વગર જ ભાજપ અડધી સેન્ચ્યુરી ઉપર તો બિનહરીફ સીટો લઈ ગયું તયારે હવે છાલા બેઠકનો કકળાટ કોંગ્રેસની સીટ જોખમમાં મુકાઈ ગઈ છે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે