છાલા, સોજા, સાદરા બેઠક કબ્જે કરવા ભાજપનું એડીચોટીનું જોર
મહારથીઓની સીટો ઉપર બાજનજર, ત્યારે છાલા સીટ જશુભાના જુસ્સા સામે કોંગ્રેસને નુકસાન થાય તેવી ભીતી
દિલ હૈ કી માનતા નહીં, જશુભા માનતા નહીં જેવો ઘાટ
જીજે 18 જોવા જઈ તો કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને 23 વર્ષથી એકહથ્થુ શાસન ભાજપ ગુજરાતમાં ભોગવી રહ્યું છે. પણ જીજે 18 ને કબ્જે કરવા સપનું જ રહ્યું છે ત્યારે હવે કદાચ ભાજપનું સપનું સાકાર થાય તો નવાઈ નહીં કારણકે ભાજપના ઈન્ચાર્જ હર્ષદ પટેલ પોતે 20 કલાકથી વધારે કામ કરીને તમામ જીજે 18 ની જિલ્લા પંચાયતની સીટો ઉપર બાજનજર રાખી રહ્યાં છે અને નૈલેષ શાહ પોતે જમવાનું ટીફીનથી લઈને સવારથી રાત સુધી તમામ સીટોનું મોનીટરીંગ કરી રહ્યાં છે અને આઈબી વાઘેલા પોતે આઈબીની જેમ તમામ વોચ વધારી દીધી છે કોંગ્રેસની તમામ ગતિવિધીઓ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી છે ત્યારે જીજે 18માં 28 નવેમ્બરના રોજ યોજાનારી ચુંટણીમાં ઉમેદવારી પત્રક ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો જિલ્લા પંચાયતની 28 બેઠકો માટે કુલ 68 ફોર્મ આખરી રહ્યાં છે.
જિલ્લા પંચાયતની જીજે 18 ની સીટમાં 28 ભાજપ, 28 કોંગ્રેસ, 4 આપ, 2 બસપા, 6 અપક્ષ ઉમેદવારોએ વચ્ચે જંગ ખેલાશે ત્યારે આમ આદમી પાર્ટી અને અપક્ષો કોંગ્રેસનું ગણિત ખોરવે તેવી શક્યતાઓ છે જીજે 18 ની સીટમાં જે ઉમેદવારો છે તેમાં અપક્ષો અને બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો મૂકવામાં અવ્યા છે. છાલા બેઠક પરથી કોંગ્રેસ , ભાજપ અપક્ષ અને બહુજન મસાટ પાર્ટીના ઉમેદવારોની ટક્કર છે ત્યારે અપક્ષ ઉમેદવાર રાહુલસિંહને કોંગ્રેસના ભિષ્મપિતામહ અવા જશુભા રાણા પ્રચારમાં લાગે તેવી શક્યતા જોતા વર્ષોથી કોંગ્રેસની સીટ હવે જોખમમાં મુકાઈ ગઈ છે. ઉવારસદની સીટમાં આપ પાર્ટીના મહેન્દ્રસિંહ વાઘેલા મેદાનમાં છે. કલોલની તમામ 6 સીટો ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે.