અમદાવાદ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે એમક્યોર ફાર્માસ્યુટિકલ્સના અત્યાધુનિક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું

Spread the love

વર્ષ [ ૨૦૦૧-૦૨માં ગુજરાતમાં મેન્યુફેક્ચરીંગ આઉટપુટ રૂ. ૪૪,૮૦૦ કરોડ હતું અને આજે રૂ ૬.૭ લાખ કરોડ પહોંચ્યું છે: ઋષિકેશ પટેલ

અમદાવાદ

અમદાવાદ ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે એમડપોર ફાર્માસ્યુટિકલ્સના અત્યાધુનિક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું હતું જ્યાં ગૃહરાજયમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.  આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજયમંત્રી શ્રી હર્ષ સંધવીએ એમક્યોર ફાર્મના નવનિર્મિત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરની મુલાકાત લીધી હતી અને માહિતી પણ મેળવી હતી તથા વધુમાં રિસર્ચ સેન્ટરમાં થઈ રહેલા કર્યો વિશે પણ વાકેફ થયા હતા. મંત્રીશ્રીઓએ અદ્યતન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરની મુલાકાત લઈ એમક્યોર કાર્માસ્યુટિકલની સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા ‘વિકસિત ભારત’ના આહ્વાનને પગલે દેશ અને રાજ્યમાં અનેક ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થઈ રહ્યો છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત દેશના મોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયું છે. વર્ષ ૨૦૦૧-૦૨માં ગુજરાતમાં મૈન્યુફેક્ચરીંગ આઉટપુટ રૂ. ૪૪,૮૦૦ કરોડ હતું અને આજે રૂ. ૧.૭ લાખ કરોડ પહોંચ્યું છે તેવું મંત્રીશ્રીએ જણાવ્યું હતું. વાઈબ્રન્ટ ગુજરાત વિશે વાત કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાત જેવી સમિટના પરિણામે રાજ્યમાં નવા નવા ઉદ્યોગો આવ્યા અને સમગ્ર ગુજરાતમાં કલસ્ટર બેઝડ ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથ થયો છે. કોરોના કાળ વિશે વાત કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, કોરોનાના સમથમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલી
કામગીરીથી આરોગ્ય ક્ષેત્રે દેશનું નામ વૈશ્વિક લેવલે નોંધાયું અને વેક્સીનેશનની કામગીરી પણ વખાણાઈ.આરોગ્ય ક્ષેત્રે રાજયમાં થઈ રહેલા કાર્યો વિશે મંત્રીશ્રીએ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર પટાડવા સરકાર સતત પ્રયનશીલ છે.

વધુમાં, રાજ્ય સરકાર વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પણ કટિબદ્ધ છે. મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વધુ ઉમેર્યું કે, આજે ગુજરાતની ઉદ્યોગ સાહસિકતા નીતિ વિવિધ કંપનીઓને ગુજરાતમાં રોકાણ કરવા માટે આકર્ષી રહી છે. આજે ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રે પણ ખ્યાતનામ કંપનીઓ પોતાના રીસર્ચ સેન્ટર, પ્રોડક્શન હાઉસ સ્થાપી રહી છે ત્યારે આવી કંપનીઓ થકી આગામી સમયમાં વધુ નવા રિસર્ચ થાય અને રાજ્યનું નામ ફાર્મા લેત્રે આગળ વર્ષ તેવો આશાવાદ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે એમક્યોર ફામાં સ્યુટિકલના સ્થાપક અને સીઈઓ શ્રી સતીશ મહેતાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. તેમણે કંપની વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. આ ઉપરાંત આગામી સમયમાં અદ્યતન ટેક્નોલોજી અને સંશોધન સાથે હાથ પરવામાં આવનાર પ્રોજેક્ટ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, આરિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ સેન્ટર ફાાં ક્ષેત્રે નોંધપાત્ર સિમાચિણરૂપ સાબિત થશે. આ પ્રસંગે એમક્યોર કંપનીના શ્રી ડો. સંજય સિય, શ્રી ડો. મુકુંદ ગુર્જર, શ્રી સમીત મહેતા, શ્રી નમિતા થાપર, શ્રીડો. દીપક ગોડલિયા તથા એમક્યોર કંપની સાથે જોડાયેલા લોકો અને મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *