પાટણના સુથારીકામ કરતાં યુવકને GSTની ૧.૯૬ કરોડની નોટિસ

Spread the love

૧૧ બોગસ કંપનીઓના નામે કરોડોનું ટર્નઓવર, યુવકે કહ્યું- ‘મજૂરી કરીએ છીએ, કદી લાખ રૂપિયા પણ જોયા નથી‘

પાટણ

પાટણના સમી તાલુકાના દુદખા ગામના સામાન્ય પરિવારના યુવક સુનીલ સથવારાને બેંગલુરુ ચ્છુ વિભાગ તરફથી ૧.૯૬ કરોડ રૂપિયાનો ટેક્સ ભરવાની નોટિસ મળતા ખળભળાટ મચી ગયો છે. આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે યુવકના નામે દેશનાં વિવિધ રાજ્યોમાં ૧૧થી વધુ પેઢીઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં કરોડોનું ટર્નઓવર નોંધાયું છે.યુવક અને તેનાં પરિવારજનોએ આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે કોઈ વ્યક્તિએ તેમના નામના બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને મોટી છેતરપિંડી આચરી છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને સુનીલ સથવારા તેનાં પરિવારજનો સાથે પાટણ એસ.પી. કચેરી પહોંચ્યા હતા.

યુવકે ગૃહ વિભાગ અને કાઈમ બ્રાન્ચમાં પણ ફરિયાદ નોંધાવી છે. તેણે માંગ કરી છે કે આ પ્રકારની ઓળખ ચોરી અને છેતરપિંડીને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે, જેથી અન્ય કોઈ નાગરિક આવી છેતરપિંડીનો ભોગ ન બને. આ કેસ દર્શાવે છે કે કેવી રીતે સાયબર ગુનેગારો સામાન્ય નાગરિકોની ઓળખનો દુરુપયોગ કરીને મોટી આર્થિક ગેરરીતિ આચરી શકે છે. આ અંગે ભોગ બનનાર યુવકે જણાવ્યું હતું કે, મારા ગામડે ટપાલ દ્વારા બેંગલુરુથી નોટિસ આવી છે. મેં નોટિસ ખોલી તો એ ઈક્રમટેક્સ વિભાગની હતી. જેમાં ૧ કરોડ ૯૬ લાખનો મારે ટેક્સ ભરવાનો હોવાનું જણાવાયું છે. મારા નામની વિવિધ જગ્યાએ ૧૧ પેઢીઓ ચાલુ કરવામાં આવી છે. અમે વકીલની સલાહ લઈને સાયબર વિભાગમાં ફરિયાદ કરી છે.

આ અંગે ભોગ બનનાર યુવકના સગાએ જણાવ્યું હતું કે, સુનીલ મારે ભત્રીજો થાય છે, જે અમદાવાદમાં સુથારી કામ કરીને જીવન જીવે છે. અમે નાના માણસો છીએ. આટલા રૂપિયા અમે જોયા પણ નથી, અમે તો મજૂરી કામ કરીને જીવીએ છીએ. એના કાગળોનો દુરુપયોગ કરીને કોઈએ આ ફ્રોડ કર્યું છે. અમે વકીલની સલાહ લઈને ગૃહ વિભાગ અને સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી છે. જયાંથી અમને આશ્વાસન આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *