ભાજપના “સંવિધાન ગૌરવ અભિયાન’ અન્વયે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યાં
ગાંધીનગર
ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, કેન્દ્રીય ભાજપાની કાર્યસૂચિ અનુસાર તેમજ પ્રદેશ નૈતૃત્વના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રવ્યાપી ×સંવિધાન ગૌરવ અભિયાન અન્વયે ગાંધીનગર મહાનગર ભાજપા દ્વારા ધારાસભ્ય રીટાબેન પટેલના કાર્યાલય ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું જેમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો તેમજ બંધારણીય મૂલ્યો અંગે વિગતવાર સંવાદ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપા દ્વારા દેશના સંવિધાન પ્રત્યે ગૌરવ અને સન્માનની ભાવનાને જન જનમાં મજબૂત બનાવવા ‘સંવિધાન ગૌરવ અભિયાન’ યોજવામાં આવ્યું છે.આ તકે પ્રબુદ્ધ નાગરિકો ઉપરાંત ગાંધીનગર મહાનગર ભાજપાના અધ્યક્ષ ઋચિર ભટ્ટ, ગાંધીનગર મહાનગરના મૈયર મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર, મહામંત્રીઓ, અગ્રણીઓ, સંગઠનના પદાધિકારીઓ, નગરસેવકો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.


