નગરસેવકોને ૭૧ જેટલા કામોમાં ગ્રાંન્ટ વાપરી શકે, અત્યાર સુધી બાંકડા, પેવરબ્લોક, શાઈન બોર્ડ જ લગાવ્યા છે, નગરસેવકોની ૪૦ વર્ષ બાદ બલ્લે… બલ્લે…
BPMC એક્ટના નિયમોમાં હોવા છતાં અધિકારીઓએ બતાવ્યું નહીં, અન્ય પાલીકાઓની સર્વેમાં બહાર આવ્યું
રાજકોટ
રાજકોટને સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરવામાં આવે છે. પરંતુ ૪૦ વર્ષમાં કોર્પોરેટરો પોતાની ગ્રાન્ટ કહ્યાં કામમાં વાપરી શકે તેથી પણ અજ્ઞાન હોવાનું સામે આવ્યું છે. ૪૦ વર્ષે ખબર પડી કે કોર્પોરેટર વર્ષે ૮૦ લાખની ગ્રાન્ટ ૭૧ કામોમાં વાપરી શકે છે. અત્યાર સુધી માત્ર કોર્પોરેટરો બાંકડા, પેવીંગ બ્લોક, સાઈન બોર્ડ, ટ્રી-ગાર્ડ જેવા ગણ્યા ગાંઠ્યા કામ જ થતા કરતા હતા. જોકે કોંગ્રેસે સત્તાધીશોમે આડેહાથ લીધા અને કહ્યું, ઈરઝમાં વર્ષો થી ભાજપ સત્તા પર છે પણ તેને હવે ખબર પડી કે માન્ટ ૭૧ કામોમાં વાપરી શકાય શરમજનક કહેવાય અધિકારીઓ કોર્પોરેટરો પાસે ૭૧ કામને બદલે પૈવીંગ બ્લોક, સાઈન બોર્ડ, ટ્રી-ગાર્ડ જ કામો કરાવતા રહ્યા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેટરોને વર્ષે રૂ. ૮૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેના થકી કોર્પોરેટર પોતાના વોર્ડમાં વિકાસના કામો કરી શકે છે. રાજકોટ મહાપાલિકાના ૧૮ વોર્ડમાં ચૂંટાયેલા ૭૨ કોર્પોરેટરોને દર વર્ષે પોતાના મત વિસ્તારના છુટક પ્રાથમિક સુવિધાના કામો માટે ૨૦-૨૦ લાખ મળી રૂ. ૮૦ લાખ ખાસ માન્ટ આપવામાં આવે છે. જોકે આજ સુધી BPMC એક્ટનાં નિયમૌથી અજાણ કોર્પોરેટરો માત્ર નામ સાથેના સાઇન બોર્ડ, બાકડા, પેવીંગ બ્લોક જેવી પાંચ-સાત કામગીરી જ આ ગ્રાન્ટમાંથી કરતા હતા. ત્યારે આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેને અન્ય પાલિકાઓમાંથી સર્વે કર્યો છે અને જુદા જુદા ૭૧ જેટલા કામ આ ગ્રાન્ટમાંથી થતા હોવાનું સામે આવતા તાત્કાલિક અસરથી આ કામોનું લિસ્ટ જાહેર કરીને અધિકારીઓને તે મુજબના કામ કોર્પોરેટરોની માન્ટમાંથી કરવા આદેશો આપ્યા છે. નગરસેવકોને પણ આ જાણકારી આપી છે. જેને કારણે હવે જીમ, દવાખાના, સીવીક સેન્ટર, સ્વીમીંગ પુલ, શાળા અને સીસીટીવી સહિતનાં કામો માટે માન્ટનો ઉપયોગ કરાતા લોકોની સુવિધામાં વધારો થશે. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરનાં જણાવ્યા અનુસાર, નગરસેવકોની ગ્રાન્ટમાંથી રાજકોટમાં મુખ્યત્વે પેવીંગ બ્લોક, સોસાયટીઓ અને રાજમાર્ગોમાં દિશાસૂચક સાઇનબોર્ડ, રહેણાંક વિસ્તારોમાં પૈવીંગ બ્લોક સહિતના કામો કરવામાં આવતા હતા.
રાજકોટ મહાનરગપાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે આજ સુધી કોર્પોરેટરની ગ્રાન્ટોમાંથી થતાં પાંચથી સાત પ્રકારના કામોના સ્થાને હવે ૭૧ જેટલા કામો કરવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયામાં સમયનો વૈડફાટ બચી જશે. તો દરેક વોર્ડના કોર્પોરેટર પોતાના વોર્ડમાં વિકાસના કામો કે જે રૂ. ૧૦ લાખની અંદર થતાં હોય તેવા વિવિધ કામો તુરંત કરી શકશે. જેના લીધે વોર્ડના નાના કામોને વેગ થશે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેટરોને વર્ષે રૂ. ૮૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેના થકી કોર્પોરેટર તેના વોર્ડમાં વિકાસના કામો કરી શકે છે. બીપીએમસી એક્ટમાં નિયમ હોવા છતાં અધિકારીઓને આજ સુધી ફક્ત પાંચથી સાત કામો થાય તેવી જાણકારી હતી અને અન્ય હવે મહાનરગપાલિકાઓમાં કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી થતાં કામોની યાદી આવ્યા બાદ ૭૧ કામો ગ્રાન્ટમાંથી થઈ શકે તેમ હોવાનું ખુલ્યું છે. ત્યારે ચૂંટાયેલા કોર્પોરેટરો અને પદાધિકારીઓ તો ફરતા રહેતા હોય છે. પરંતુ મનપાનાં અધિકારીઓ કે જેઓને બીપીએમસી એક્ટની સંપૂર્ણ જાણકારી હોય છે છતાં આજ ૪ સુધી અધિકારીઓએ નેતાઓને અંધારામાં રાખ્યા હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસે સત્તાધીયોને આડેહાથ લીધા હતા અને કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના ઈતિહાસમાં ૫ વર્ષને બાદ કરી મોટાભાગના વર્ષોમ ભાજપનું જ સાશન રહ્યું છે. સત્તાધીશોની અણુ આવડતને કારણે કોર્પોરેટરોને ગ્રાન્ટ કથાં વાપરવી તેની પણ માહિતી નથી. ચાલુ નાણાકીય વર્ષમાં તો મોટા ભાગે કોર્પોરેટરોની ગ્રાન્ટ પૂરી થવા ઉપર છે. રાજકોટ મહાપાલિકાના કોર્પોરેટરો પોતાને મળતી રૂ. ૮૦ લાખની ગ્રાન્ટનો ઉપયોગ અત્યાર સુધી માત્ર નામ સાથેના સાઇન બોર્ડ, બાકડા, પૈવીંગ બ્લોક જેવી પાંચ-સાત કામગીરી માટે કરતા હતા. હવે ગ્રાન્ટનાં વધુ સદઉપયોગ અને લોકોને લાભ થાય તે માટે ૬૩ સુવિધાના કામોનું નવું લીસ્ટ બનાવવામાં આવ્યું છે. ૭ હવે વિકાસકામાં ઝડપી થતા લોકોની સુવિધાઓ પણ વધશે.
રાજ્યમાં મહાનગરપાલિકાઓ હાલ ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત અને જામનગર છે, ત્યારે કરોડોની ગ્રાન્ટો અત્યાર સુધી ફક્ત બાંકડા, પેપરબ્લોક, શાઇનબોર્ડ જેવા નાના કામોમાં વપરાતી હતી, ત્યારે BPMC એકટના નિયમોથી અજાણ નગરસેવકોને અત્યાર સુધી ડબ્બામાં જ પૂરી રાખ્યા હતા, પણ તમામ જગ્યાએ તપાસ કરાવતા BPMC એકટ મુજબ ૭૧ જેટલા કામ આ ગ્રાન્ટમાંથી થતા હોવાનું સામે આવ્યું છે, ભાજપ અત્યારે મોટાભાગે સખ્ત ના સુત્રો સંભાળી રહ્યું છે, હવે ૭૧ જેટલા કામોનો પરપોટો બહાર આવતા જોર વિકાશ થશે, હવે દરેક પ્રશ્નનું શોલ્યુંશન નગરસેવક હશે,
ગ્રાન્ટ વાપરવા માટેના નિયમો
• કોર્પોરેટરને ફાળવવામાં આવતી માન્ટનો ઉપયોગ ફકત પોતાના વોર્ડ પૂરતો કરવાનો રહેશે.
• ફાળવવામાં આવતી ગ્રાન્ટ અંગે પ્રાથમિક સુવિધાના નવા કામો તથા મરામત/જાળવણી કામો જ સુચવી શકાશે.
આ માન્ટમાંથી કોઈ સંસ્થાને અનુદાન કે ગ્રાન્ટ ફાળવી શકાશે નહીં.
• ફાળવવામાં આવેલ ગ્રાન્ટનો જે તે વર્ષમાં જ ઉપયોગ કરવાનો રહેશે વર્ષ પૂર્ણ થયા બાદ વધતી માન્ટનો ઉપયોગ ત્યાર ભાદના વર્ષમાં ઉપયોગમાં લઈ શકાશે નહીં.
• જે-તે વર્ષ પૂર્ણ થતા પહેલા લખીને આપેલ હોય તેવી ગ્રાન્ટના વહીવટી કાર્યવાહી બાકી હોય તો તે પૂર્ણ કરવી પડશે.
• કોર્પોરેટરને ફાળવવામાં આવતી ગ્રાન્ટનો ઉપયોગ કોઈ વ્યક્તિગત કામ માટે કરી શકાશે નહીં.
• આ ગ્રાન્ટ માત્ર સામુહિક સુવિધાના ઉપયોગ માટે ફાળવી શકાશે.
• કોર્પોરેટર દ્વારા ફાળવાતી ગ્રાન્ટ સામે સુચવવામાં આવેલા કામગીરીની શાખા અધિકારી દ્વારા ખરાઈ થયા માદ જો જરૂરિયાત જણાય તો મંજૂરી આપવામાં આવશે. બાકી ફેર વિચારણા માટે પરત મોકલવામાં આવશે.
• કોર્પોરેટર દ્વારા સૂચવવામાં આવતા કામ અંગે બદલવા પોતાના લેટર પેડ ઉપર સહી કરી માંગણી રજૂ કરવાની કહેશે જેમાં કરવાની થતી કામની ચોકકસ જમ્યા(સરનામું) દર્શાવવાનું રહેશે.
• કોર્પોરેટર દ્વારા સૂચવવામાં આવેલ કામ અંગે દિન- ૧૫માં જરૂરી વહિવટી કામગીરી પૂર્ણ કરવાની રહેશે. • આ મુજબનાં કામોમાં ગ્રાન્ટ વાપરી શકાશે
• સ્લમમાં પાણીના નિકાલ, આરસીસી, જાજરૂ, વમર રોડ
• નાની શેરી ગલીઓમાં ડામર રોડ
• ટ્રાફિક નિયમન માટે ડિવાઈડર, સ્પીડબ્રેકર, ટ્રાફિક સર્કલ
• જીમ, દવાખાના, સીવીક સેન્ટર, સ્વીમીંગ પુલ, શાળા, લાયબ્રેરી, સ્મશાન, ગાર્ડન
• લાકડા, વોટર કુલર, વોટર પ્યુરીફાયર, વોટર હીટર
• મનપાની મિલ્કતમાં ટયુબલાઈટ, પંખા, થાંભલા, સોલાર લાઇટ
• સોસાયટીઓ, આવાસોમાં પાઈપલાઈન, ફૂટપાથ, પેવીંગ બ્લોક
• શાળાઓમાં પાણી, કમ્પાઉન્ડ વોલ, પંખા, શૌચાલય, પાણીની ટાંકી
• શાળામાં બાલલક ડાંગણ, આંગણવાડીમાં અંગ કસરતના સાપનો
• ડસ્ટબીન માટે, આંગણવાડી બાંધકામ માટે • આરોગ્ય વિષયક સાધનો, બગીચાના વિકાસ, ચબુતરા
• અંતિમ ધામોમાં રસ્તા, ગટર, પાણી, દરવાજા • ફિઝીયો સેન્ટર અને હેલ્થ ક્લબમાં નવા સાધનો શાળા અને મ.ભોજન યોજના માટે પાથરણા, આસન પટ્ટા, ખેંચ, કોમ્પ્યુટર હર્નિયર
• સોસાયટીઓમાં ચાલી વિસ્તારના નાકે બોર્ડ મુકવા • ઇડબલ્યુએસ કોલોનીમાં લીકેજ પાઈપલાઈનો
• સ્માર્ટ આંગણવાડી, શાળાઓમાં સ્પોર્ટસ-શૈક્ષણિક સાધનોની ખરીદી
• વૃક્ષારોપણ, ટ્રી ગાર્ડ, બ્યુટીફીકેશન, પ્લાન્ટ, કુંડા માર્ગ-મકાન અને વન વિભાગની જમીનમાં વૃક્ષારોપણ
• ધાર્મિક સંસ્થાઓમાં વોટર કુલર, આરઓ પ્લાન્ટ, ટ્રસ્ટમાં સુવિધાઓ
પદાધિકારીઓની ગ્રાન્ટમાંથી એસએસના બાકડા, સોલાર લાઇટ
• સ્ટ્રીટલાઇટ, સીસીટીવી જેવી સામુહિક સુવિધાઓ

