જીજે 18 માં ગાંધીનગરમાં છાલા સીટ હવે રોમાંચક બની છે ત્યારે પૂર્વ ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખના પતિ પોતે આ સીટ પરથી નસીબ અજમાવી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ માટે કપરા ચઢાણ થઈ ગયા છે કારણકે છાલા સીટમાં ભાજપના ઉમેદવાર હસમુખભાઈ ચૌધરી (પટેલ) છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે છનાભાઈ ચૌધરી છે ત્યારે ભાજપ કોંગ્રેસની જ્ઞાતિમય સમીકરણો જોવા જઈ એ તો મતોની વહેંચણી થાય તેવી શક્યતા સૂત્રો નિહાળી રહ્યાં છે ત્યારે ઓબીસી અને રાજપૂત સમાજના મતો પણ નિર્ણાયક છે ત્યારે કોંગ્રેસના ગોડફાધર એવી ભીષ્મપિતામહ શાંતિથી શૈયા પર બેઠેલા હવે ઊભા થઈને કડક થઈ ગયા છે ત્યારે રાજપૂત સમાજનું પ્રભુત્વ અને ઓબીસી સમાજના મતો અહીંયા નિર્ણાયક રહેશે ત્યારે ત્રિપાંખોયો જંગ અહીંયા જામ્યો છે હવે આ જંગમાં કોંગ્રેસ ભાજપ સાથે રાહુલ રાણા અપક્ષ તરીકે ચુંટણીમાં ઝુકાવતા ચુંટણીનું રીઝલ્ટ હાલ સ્પષ્ટ થતું નથી. ભાજપ દ્વારા તડામાર પ્રચારની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે કોંગ્રેસ કરતાં અત્યારે વર્ચસ્વ અપક્ષનું વધારે દેખાઈ રહ્યું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસની લડાઈમાં અત્યારે ભાજપ અપક્ષની ફાઈટ વધારે દેખાઈ રહી છે. ત્યારે જે ઉમેદવાર જીતશે તે પણ ખૂબ જ નાની સરસાઈથી જીતશે તે નક્કી છે ત્યારે હાલ હસમુખ ચૌધરીનો ઘોડો વિનમાં દોડી રહ્યો છે અને હસમુખ ચૌધરીને નોટરીમાંથી લોટરી લાગે તો નવાઈ નહીં પણ હાલ નવયુવાન ચહેરો રાહુલ રાણા પણ અંડર કરંટ ખૂબ જ શાણા છે ભીષ્મપિતામહ એવા કોંગ્રેસના દિગ્ગજ નેતા જશુભા રાણા કોંગ્રેસના ગુસ્સા સામે તેમનો જુસ્સો અકબંધ અને પાવરફૂલ રહેતા કોંગ્રેસની સીટ જોખમમાં આવી ગઈ છે ત્યારે રાહુલ રાણાને હાલ તમામ જગ્યાએ ગ્રામ્યમાંથી સારો આવકાર મળી રહ્યો છે હાલ લડાઈ ચુંટણીની ભાજપ અને અપક્ષ વચ્ચે થઈ ગઈ છે. છાલા બેઠક હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે. ત્યારે હવે ચુંટણી જીતવા કેવા હથકંડા અપનાવાય છે તે જોવાનું રહ્યું હવે રોજબોરજ ખાટલા, પાટલા અને પલોઠી બેઠક રાત્રે ચાલતા રાહુલ રાણા નો ઘોડો પણ દોડવા લાગ્યો છે ત્યારે દિવસે નોટરી વાળા હસમુખભાઈ ની લોટરી દોડી રહી છે અને રાત્રે રાહુલ રાણાનો ઘોડો વિનમાં દોડી રહ્યો છે ત્યારે ભાજપની બાજનજર હાલ છે