ગાંધીનગર ખાતે શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધી સમર્પણમાં જાણીતા વેપારી અંબુસિંહ ગોલ દ્વારા 1,21,111, યોગીનકુમાર પટેલ દ્વારા 1,11,111, પ્રેમલસિંહ ગોલ દ્વારા 51,111 નો ચેક વિશ્વ હિંદુ પરિષદના ઉત્તર ગુજરાતના પ્રાંત સહમંત્રી તથા ગાંધીનગર વિભાગના પ્રભારી કિર્તીભાઈ મહેતા, ગાંધીનગર જિલ્લા નિધી સમર્પણ સમિતિના અધ્યક્ષ અશોકભાઈ પટેલ, ગાંદીનગર જિલ્લા મોટી નિધી સમિતિના સંયોજક વિનાયક પટેલ, રાધે થાળના માલિક સુનિલ ત્રિવેદી, ગાંધીનગર જિલ્લા બજરંગદળના પ્રમુખ શક્તિસિંહ ઝાલા, તથા ગાઁધીનગર બજરંગદળ શહેર પ્રમુખ હિતેન્દ્રસિંહ દ્વારા ચેક સ્વીકારવામાં આવ્યા હતાં.