રાજ્યના ગૃહમંત્રી, તંત્રને અનેક ફરિયાદો મળતા સૌપ્રથમવાર ઐતિહાસિક પાવરફુલ નિર્ણય મુસાફરો માટે
૨૭ લાખ મુસાફરોને સગવડના નામે અગવડ, એમઆરપી થી વધારે ભાવ લઈને લુટતી ૨૭ હોટેલો જીએસઆરટીસીના લિસ્ટમાં ડીલેટ
ગાંધીનગર
હાઈવે પર મુસાફરોને લૂંટતી ગુજરાતની ૨૭ હોટલોને ડિલિસ્ટ કરવામાં આવી છે. ગુજરાતમાં ST બસના મુસાફરોને લુંટની હાઇવે પરની હોટલો સામે મોર્ટી કાર્યવાહી કરવામાં આવી છે. ૨૭ જેટલી હોટલ ચાહકોને લૂંટતી હોવાની વાત વાહનવ્યવહાર નિગમના ધ્યાને આવી હતી, જેથી તેમને ડિલીસ્ટ કરવામાં આવી છે. ગાંધીનગર રાજ્યના એસ.ટી બસના મુસાફરોને લુંટતી હાઇવે હોટલો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોને લુંટતી હોટલો અને ડિલીસ્ટ કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન ૨૭ થી વધુ મોટલોને ડિલીસ્ટ કરાઈ છે. હવે આ તમામ હાઈવે હોટલો ઉપર એસટીની બસો ઊભી રાખી શકાશે નહીં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુસાફરો પાસેથી હોટલો મન ફાવે તેવા ભાવો લઈને લૂંટ ચલાવતી હતી. આગામી દિવસોમાં ફરિયાદોને આધારે આવી હોટલો સામે કાર્યવાહી થશે રાજયના વિવિધ વિસ્તારોમાં પરિવહનની સેવા આપતી GSRTC બસોના અલગ-અલગ રૂટ પર હાઈવે પરની કોટેલો પર હોલ્ટ રખાય છે. જેમાં લાંબી મુસાફરી કરતાં લોકો સ્વખર્ચે ચા-નાસ્તા, ભોજન સહિતની સુવિધા હૉટેલો પર મેળવી શકે: એસટી તંત્રના અધિકારીઓએ જણાવ્યું કે, હવેથી હાઈવે પર મુસાફરોને લૂંટતી હોટલોવાળા ચેતી જજો નહીં તો કરિયાદ મળશે તેમ કડક કાર્યવાહી કરાશે. આ અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વવિટ કરીને કહ્યું કે, GSRTCએ ગંદકી અને અસ્વચ્છતાને કારણે ૨૭ હોટલોમાં બસો રોકવાનું કાયમી પોરો બંધ કરી દીધું છે! આ પગલું અમારા મુસાફરોની સુવિધા અને સ્વચ્છતા માટે લેવામાં આવ્યું છે. અમે અમારા વિભાગને અન્ય તમામ બસ સ્ટોપ અને હોટલ પર નજર રાખવા માટે સૂચના આપી છે જેથી તેઓ નિયમો અને મુસાફરોનું પાલન કરે. તેમણે વધુમાં જણાવ્યું કે, થ્રુ રાજયના નાગરિકોની સેવા માટે ચાલતી સંસ્થા છે. જ્યાં ૨૭ લાભ લોકો રોજ મુસાફરી કરે છે. જીઝ એ હોટેલ્સ માટે જે નિયમો બનાવ્યા છે. સ્વચ્છતા, જમવાના નિયત નિયમો લાગુ કરવાના છે. આ અમારી રૂટિન કામગીરી છે. જે લોકો ટોયલેટ સાફ ન રાખતા હોય, ગંદકી કરતા હોય, લોકો પાસે જમવાના વધુ પૈસા લેવામાં આવતા હોય તેવી હોટેલ સામે પગલાં લેવામાં આવ્યા છે. આ હોટેલના મલિક કોઈ પણ ચોક્કસ શાતિના નથી. આ વર્ષ દરમિયાન જે કરિયાદ મળી તે માટે અમે પ્રોક્રેશનલી પગલાં લીધા છે. યાત્રીઓને કરાર આધારિત તમામ સુવિધા મળતી જોઈએ. આ માટે ચાર કે પાંચ જ શરતો છે જેને તોડવામાં આવશે તો પગલાં લેવામાં આવશે.

