કુંભ મેળા માટે ઓછી કિંમતે લોકો ટ્રાવેલ કરી શકે તે માટે સરકારનું આયોજન : વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરી

Spread the love

ગાંધીનગર

ગુજરાતથી મહાકુંભ જવા માગતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર મહાકુંભ માટે વિશેષ બસ દોડાવી રહી છે. ગુજરાત સરકારે કુંભ મેળા માટે ખાસ ટુર પેકેજ જાહેર કર્યું છે, જે સાવ સસ્તુ છે. મહાકુંભ માટે એસટી વિભાગની એસી વોલ્વો બસ દોડાવશે. આવવા-જવાની વ્યવસ્થા સાથે ટૂર પેકેજ તૈયાર કરાયું છે.  આ ટુર પેકેજ લોન્ચ કરતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, પવિત્ર મહાકુંભના મેળામાં કરોડો લોકો પોતાની આસ્થાની ડુમકી મારવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાતનાં તમામ શ્રદ્ધાળુઓ માટે ગુજરાત ટુરિઝમ અને GSRTC એ એક નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતથી રોજ એક હાઇટેક્નિક AC વોલ્વો શરૂ કરવામાં આવી છે. 27 જાન્યુઆરીએ વહેલી સવારે ગુજરાતનાં CM યાત્રાળુઓની પહેલી બસની લીલી ઝંડી આપશે.  તેમણે વધુમાં કહ્યું કે, માત્ર 8100 રૂપિયામાં કુંભ જવા માટેની યાત્રાનું આયોજન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે. પાર્કિંગથી કુંભના સ્થાન સુધી ખુબ લાબું અંતર છે. તેથી એને ધ્યાનમાં રાખી લોકો બુકીંગ કરાવે. કુંભ રહેવાની વ્યવસ્થા પણ આ જ પેકેજમાં કરવામાં આવી છે. ઓછી કિંમતે લોકો ટ્રાવેલ કરી શકે તે માટે સરકારનું આયોજન છે. ગુજરાત ટુરિઝમે પહેલેથી વ્યવસ્થા કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *