વૃક્ષોને બચાવવા પૂર્વ કલેકટરની શ્રમ સેવા,

Spread the love

વૃક્ષ હોય કે સંતાન, મોંમાં આવેલો કોળીયો જતો રહે તો? ત્યારે ઉગેલા વૃક્ષને કપિરાજે કુદાકુદ કરીને થડને હલાવી દીધું હતું, ત્યારે જો સમયસર માવજત થઈ જાય તો ટકી જાય વરસો વરસ, બાકી સૌની ફરજ છે, સંતાનને જેમ મોટું કરીએ તેમ આ પણ દેશનું એક અર્થતંત્ર અને બારે મહિના છાયો, ઓક્સિજન આપનાર છે, કોરોનાની મહામારીમાં ઓક્સિજનનું મહત્વ શું છે, તે સૌને ખબર પડી ગઈ હતી, આજની પેઢી વિકાસની લ્હાઈમાં ને લ્હાઈમાં ખેતી, જમીન આ બધી જગ્યાએ કોક્રીટનાં જંગલો ફેરવાઈ રહ્યા છે, વૃક્ષોનું જેટલું નિકંદન થાય છે તેટલા ઉગે છે, ખરા? ત્યારે જે ઉગેલા અને માવજત કરેલ હોય અને નમી ગયા હોય તો થોડી કસરત અને માવજત કરી લઈએ તો પેઢીની પેઢીને ઓક્સિજન આપશે, આજે કોક્રીટ ના જંગલો વધુ બનતા પક્ષીઓ એ પણ પોતાનું સ્થાન જે ન્યુ GJ- 18 એવું રાયસણ, કુડાસણ સરગાસણ ન્યુ વાવોલ, કોબા, રાંદેસણ, પોર, આ બધી જ જગ્યાએ રહેઠાણ બદલીને old એવા GJ- 18 ખાતે ટોળેટોળા આવી ગયા છે અત્યારે સૌથી વધારે પક્ષીઓ old GJ-18 એવા ૧ થી ૩૦ સેક્ટરમાં જોવા મળે છે, કારણ, ઝાડવા વધુ હોવાથી, ત્યારે ન્યુ GJ-18 ખાતે કબૂતર ઘુ ઘુ કરે છે અને હવે કબૂતર ન આવે એટલે જાળીઓ પણ નાખવા માંડયા છે, તો આ લોકો જાય ક્યાં? તેમના આશિયાનામાં આપણે બધાએ ઘુસણખોરી કરી છે, બાકી રહેઠાણ તો તેમનું જ હતું, આજે ગરમી વધુ પડી રહી છે, ઉનાળામાં લોકોને AC વગર ચાલતું નથી કારણ ઝાડવા, વૃક્ષો વાવો, વરસાદ લાવો, ત્યારે આ વૃક્ષોને પણ માવજત કરવામાં આવે તો પેઢીની પેઢી સુધી છાયો અને ઓક્સિજન આપે, વડવાઓ અને ૧૯૮૦ પહેલા જન્મ લેનારાઓને ખબર છે, બાકી બધા રોગ લાવનારા જ આપણે છીએ, બધી જ જગ્યાએ ડસ્ટથી બચવા પેવર બ્લોક, બાળકોને માટીમાં રમવા ન દેવા, અરે.. બાળક માટીમાં રમશે તો જ એન્ટિવાયરસ બનશે, ત્યારે અમેરિકાના સંશોધકો માટીમાં રમવાનું હવે કહી રહ્યા છે, ત્યારે જુઓ જે ઝાડ નમી ગયું છે, તેને ઊભું કરવા જે જહેમત ઉઠાવી રહ્યા છે તે પૂર્વ કલેકટર એવા સતીશ પટેલ છે, ક્રોમનમેન વ્યક્તિ તરીકેની છાપ ધરાવે છે, અબોલજીવ અને પ્રકૃતિના પ્રેમી પોતે અને તેમના હોમ મિનિસ્ટર પણ છે, દુનિયા જે ચાલી રહી છે, જે પ્રકૃતિ હજુ બચી છે, તે ઘણા આવી વ્યક્તિઓની દેન છે.

આવનારી પેઢી માટે વૃક્ષો, ગ્રીનેરી ખૂબ જ જરૂરી છે, બાકી ઓકિસજનના બાટલા પર જીવવા કરતા ઝાડવા ઉગાડીને પાટલા પર બેસીને ઝાડનો ઓક્સિજન કેમ ના લઈએ, આ બધું કોના માટે, અમારી જિંદગી ગઈ, પણ આવનારી પેઢી માટે કંઈક કરવું જ પડશે, આ ચિંતા કરવાવાળા આ પૂર્વ કલેક્ટર છે, કોઈ મદદગાર મળે કે ના મળે, તું કામ કરતા જા, બાકી હમ રહે યા ના રહે, યે કર્મ ઔર ફુલ, પાન, ઝાડવા તેરી દેન હૈ, ઔર રહેગી,બાકી જો કલેક્ટર કક્ષાની વ્યક્તિ વૃક્ષો વાવવા, જતન કરવા આગળ આવતી હોય તો આપણે કઈ ખેતની મૂળી છીએ, તેમનાથી તો મોટો હોદ્દો નથી ને, ત્યારે સૌએ આગળ આવવું જોઈએ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાનને સાકાર કરવા પોતે કચરો ઉપાડીને ડસ્ટબીનમાં નાખે છે, કોના માટે? લોકોમાં જાગૃતિ આવે તે માટે , આજે જાગૃતિ લાવવા સરાહનીય પ્રયાસ પણ થયો છે આજે વૃક્ષો ની નગરી બની તેમાં સૌથી વધારે વૃક્ષો વાવવાનો રેકોર્ડ જો હોય તો પૂર્વ ડેપ્યુટી મેયર નાજાભાઈ ધાંધર નો છે, તે પણ વૃક્ષ નમી ગયું હોય તો સર્જરી કરી દે અને ગાડીમાં સામાન પોતે રાખતા હોય છે, જરૂર પડે તો ખાતર પણ નાખી દે, ત્યારે આ આપણા વડલા, વડીલો, મિત્રોના કારણે ભારત દેશનું સંચાલન અને ઓક્સિજન જે આજની પેઢી લઈ રહી છે તે આ લોકોની દેન છે, ત્યારે વધુ નહીં તો જીવનમાં પાંચ વૃક્ષ વાવીએ અને માવજત કરીએ, આ પણ આપણું સંતાન છે એકવાર વાવ્યા બાદ મોટું થાય ત્યારે તેને ગળે લગાડજો, કેવી ઠંડક થાય છે એ જોજો, અને જે લોકો વરસાદ, તડકાથી બચવા જયારે વૃક્ષનો આશરો લે, ત્યારે હાશ કહેનારાનું પુણ્ય વૃક્ષો વાવનારના ખાતામાં ATM ની જેમ જમા થઈ જાય ત્યારે પૂર્વ કલેકટર વૃક્ષો જેને નુકસાન થયું હોય, તેને સર્જરી કરી રહ્યા છે, તો આપણે પણ ક્યાંય નજર જાય તો આવું કરીએ, તેમ માનવાનું કે ૧૦૮ બોલાવીને માણસને દાખલ કરીએ તેમ આપણે જ ડોકટર બનીને વૃક્ષની સર્જરી કરી દઈએ, બાકી આત્માને આ કામ કરવાથી કેવી ખુશી અને શાંતિ મળે છે તે એકવાર કરી જુઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *