૧૦,૦૦૦ થી લઈને ૧૩,૦૦૦ સુધીના ભાવ ૭૦૦૦ આવી ગયા
ગાંધીનગર
રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કુંભયાત્રામાં જનારા પ્રવાસીઓ માટે છોટા પોકેટ બડા ધમાકા કર્યો હતો, જેમાં ૮૧૦૦ માં ચાર દિવસ અને ત્રણ રાત્રી તથા રહેવાનું સાથે જે પેકેજ જાહેર કર્યું તેમાં ગુજરાતમાં ઘણા પ્રાઇવેટ સંચાલકોએ જે લૂંટ મચાવી હતી તે લૂંટને બ્રેક આવી ગઈ છે અને હવે ૬૦૦૦ થી ૭ હજારમાં લઈ જઈ રહ્યા છે, પણ હા ગુજરાત સરકારની એસટી અમારી સલામત સવારીએ યાદ રાખવું જરૂરી છે, તમને અડધી રસ્તે મૂકીને નહીં આવે ત્યારે અનેક પ્રાઇવેટ વાહનોના સંચાલકોએ ભાવ ઘટાડી દેતા સોશિયલ મીડિયામાં આ ભાવે લઈ જઈશું તેમ કહી રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત બાદ અનેક મુસાફરો લુંટાતા બચ્યા છે.
છૂટા પોકેટ બડા ધમાકા હર્ષ સંઘવીએ કરતા પ્રાઇવેટ વાહનોના સંચાલકોની લાલ થઈ ગઈ છે અને ભાવ જે તગડા વસૂલતા તેના કરતા ૬ થી ૭ હજાર ભાવ કરી દીધા છે હવે પબ્લિકમાં પણ સલામત સવારી એસ.ટી એવી વોલ્વો અમારી આકર્ષણનું કેન્દ્ર બની છે