‘મરજીથી યુવાન સાથે જવું અને આખી રાત તેની સાથે રહીને દુષ્કર્મનો કેસ લખાવ્યો’, મહારાષ્ટ્રના પાલઘરમાં એક હેરાનીભરી મૂકે તેવો બનાવ સામે આવ્યો છે. પાલઘરમાં 20 વર્ષની એક યુવતીએ પહેલા રિક્ષાવાળા સાથે સંબંધ બાંધ્યો અને પછી ઘરનાથી વાત છુપાવવા માટે પ્રાઈવેટ પાર્ટમાં બ્લેડ અને પથ્થરો મૂક્યાં હતા જેથી કરીને તેની પર રેપ થયો છે તેવું દેખાય પરંતુ તપાસમાં તેની આ પોલ ખૂલી ગઈ.
ઓટો ડ્રાઈવરની બળાત્કારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ પોલીસનું કહેવું છે કે તપાસમાં હેરાનીભર્યું સામે આવ્યું હતું. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના નાલાસોપારાની રહેવાસી યુવીતએ ગોરેગાંવ પોલીસનો સંપર્ક સાધ્યો અને તેણે ફરીયાદ લખાવી કે ઓટો ડ્રાઈવરે તેની પર રેપ કર્યો છે જોકે તપાસમાં નવું સામે આવ્યું હતું.
તપાસ દરમિયાન મહિલાએ ખુલાસો કર્યો કે તે ઓટો ડ્રાઈવર સાથે વિરારના અર્નાલા બીચ પર ગઈ હતી પરંતુ અજાણ્યા હોવાથી રુમ ન મળી શકતાં બીચ પર રાત વીતાવી જ્યાં તેમણે સંબંધ બાંધ્યો હતો. સંબંધ બાંધ્યા પછી તેને ઘરનાની બીક લાગી કે હવે તેણે એક ચોંકાવનારું કામ કર્યું હતું.
યુવતીએ પોલીસને કહ્યું કે તેણે ખરીદીને સર્જિકલ બ્લેડ અને પથ્થરો પ્રાઈવેટ પાર્ટ્સમાં નાખ્યાં હતા અને પછી ઘેર જવા રવાના થઈ હતી પરંતુ રસ્તામાં તેને પીડા ઉપડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોશમાં આવ્યા પછી, પોલીસ કર્મચારીઓએ તેની જુબાની લીધી ત્યારે આ આખો મામલો સામે આવ્યો હતો. ઘરનાથી બચવા માટે છોકરીએ સંબંધ બાંધ્યા બાદ આવું કર્યું હતું.