નવીદિલ્હી
કારમાં એક કે બે લોકો વધારે આવી જાય તો. બેસવામાં મુશ્કેલી પડે છે. પણ તમે વિચારો કે, જો કોઈ ગાડીમાં આખી શેરી બેસી જાય તો કેવી હાલત થશે? આ દિવસોમાં એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક કારમાં લોકો બેઠા જ નહીં, પણ ખીચોખીચ લદાયેલા જોવા મળે છે. એવું લાગે છે કે, જાણે આખું ગામડું તેમાં સવારી કરી રહ્યું છે. જ્યારે કાર રોડ પરથી પસાર થઈ તો જોનારા જોતા જ રહી ગયા. સોશિયલ મીડિયા યુઝર્સ ડ્રાઇવરને સેલ્યુટ કરવા લાગ્યા. હાલમાં જ @indianrareclips નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં એક ફોર્સ વાહન દેખાય છે અને તેના પર ડઝનબંધ લોકો સવાર છે. વાહનમાં એટલા બધા લોકો છે કે તેમની ગણતરી કરવી પણ મુશ્કેલ છે. જોકે, આ કોઈ ગ્રામીણ વિસ્તારનું દૃશ્ય લાગે છે. આ વીડિયો ક્યાંનો છે તે સ્પષ્ટ નથી. પરંતુ લોકોના કપડા અને વાહન પરથી એવું લાગે છે કે તે ભારત કે બાંગ્લાદેશમાંથી કોઈ એક દેશનું દૃશ્ય લાગે છે.