ગુજરાત રાજ્યના 6 મહાનગરપાલિકાની ચુંટણીના પરિણામો આવી રહ્યા છે. ત્યારે ભાજપ સૌથી અત્યારે આગળ છે. ત્યારે કોગ્રેસનો તો સફાયો થયો છે ,પણ વિકલ્પ તરીકે હવે જામનગર ખાતે વોર્ડ – ૬માં બસપા ના 3અને એક ભાજપ ના ઉમેદવાર વિજેતા થયા છે.
અગાઉ વોર્ડ – ૬ માં ૨૦૧૫ ની સાલ માં ભાજપ ની પેનલ જીતી હતી . ત્યારે આ વખતે BSP એ ભાજપ પાસેથી ૩ બેઠકો આંચકી લીધી છે. બસપાના ઉમેદવારમાં કુરકાન શેખ ,જ્યોતિબેન ભરવડીયા , રાહુલ બોરીચા વિજય થયા છે.
૬ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણીઓમાં સરેરાશ 48.15% મતદાન નોંધાયું હતું અને તેમાં અમદાવાદમાં સૌથી ઓછું 42.53% મતદાન નોંધાયું છે. જામનગરમાં સૌથી વધુ 53.64% મતદાન નોંધાયું હતું. બપોરે 3.30 વાગ્યા સુધીમાં દરેક શહેરોમાં મતદાનની સરેરાશ 27 ટકાની આસપા ની હતી પણ છેલ્લા અઢી કલાકમાં મતદાન વધતાં સરેરાશ 21.32% ઉછળી 48.15% પર પહોંચી હતી.