બોર્ડો વાહન ચાલકો માટે ખતરા સમાન, વાવાઝોડું વરસાદમાં આ હોર્ડિંગ્સ પડે અને કોઈ ઘટના બને તો જવાબદાર કોણ?
ગાંધીનગર
રાજ્યમાં હોર્ડિંગ્સ બોર્ડની પોલિસી છે, ત્યારે ૧૮ ૧૮ મહાનગરપાલિકા દ્વારા હોર્ડિંગ્સ બોર્ડની પોલિસી નવી આવી છે, પણ અમલ કરવામાં હજુ ડચકા લઈ રહી છે, ત્યારે જા-૧૮ ના પોષ વિસ્તાર એવા સરગાસણ ખાતે તો આ શહેરમાં પોસ્ટર યુદ્ધ હોય કે હોર્ડિંગ્સ યુદ્ધ હોય તેમ બિલ્ડરોથી લઈને અનેક લોકોએ મોટા હોર્ડિંગ્સ બોર્ડો મંજૂરી વગર મૂકી દીધા છે, ત્યારે વાવાઝોડું વરસાદથી હોર્ડિંગ્સ બોર્ડો તૂટી પડે અને કોઈ ઘટના થાય તો જવાબદાર કોણ? પૂર્વમેયર હિતેશ મકવાણાને પણ લોકોએ ફરિયાદો કરી છે, પણ પૂર્વ મીંદડી બનીને બેસી ગયા છે ત્યારે આ પ્રશ્ને અનેક રહીશોએ ફરીવાર પૂર્વ મૈયરના કાર્યાલય જઈને લેખિતમાં ફરિયાદ કરી હોવાનું સામે આવ્યું છે, હોર્ડિંગ્સ બોર્ડો વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે, ત્યારે અગાઉ સેક્ટર ૨૬ ખાતે એક ટાવર પડવાની ઘટનાથી કેટલું મોટું નુકસાન થયું હતું તે સૌને ખબર છે, ત્યારે મનપા દ્વારા હવે આ પ્રશ્ને કડક થવાની જરૂર છે, મોટાભાગના બિલ્ડરો પોતાનો વેપલો કરવા હોર્ડિંગ્સ જાયન્ટ ઠોકી દે, અને કોઈ ઘટના બને તો વાહન ચાલક કે પછી રહીશોને જીવથી હાથ ધોવા પડે,
સરગાસણ, કુડાસણ, તો ગ્રીન સીટી ગ્રીનેરી સીટી કે હોર્ડિંગ્સ બેનરો ચોપાનીયા, ફૂદડી, સીટી? જ્યાં જુઓ ત્યાં વેપલો.. વેપલો.. ની જાહેરાતો, ટાવર ઉપર મોટા હોર્ડિંગ્સ વાવાઝોડા વરસાદમાં જોખમી છતાં તંત્ર ચુપ કેમ? નવી પોલીસી રચી પણ રોડ, રસ્તા ઉપર પડેલા નાના બોર્ડો હટાવીને સંતોષ માનનારૂ તંત્ર હવે જાગે અને મોટા બાગડ-બિલ્લાઓના હોર્ડિંગ કાઢે તેવી માંગ




