ગાંધીનગર
ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા આપવામાં આવતી વિધવા નિરાધાર તથા મહિલાઓને સહાય માસિક દર મહિને ૧૨૫૦ આપવામાં આવે છે, ત્યારે મોંઘવારી અને કર્મચારીઓને પણ પગાર વધારો મોંધવારી ભથ્થું વધ્યું છે, અને પેન્શનરોને પણ પેન્શન વધ્યું છે, ત્યારે હાલની પરિસ્થિતિમાં આ રકમમાં જીવવું અશક્ય છે, ત્યારે નિરાધાર મહિલાઓના પ્રશ્ને નાગરિક સંશોધન અને સંધર્ષ કેન્દ્ર ક્રાંતિના ભરતસિંહ ઝાલા દ્વારા આજરોજ બાળ અને મહિલા વિકાસના મંત્રી ભાનુબેન બાબરીયાને રજૂઆત કરીને ૧૨૫૦ જે સહાય છે. તે સહાય ૫ હજાર આપવા વિધાનસભા બજેટ સત્રમાં જોગવાઈ કરવા દરખાસ્તનો અમલ થાય તે માટે રજૂઆત કરી હતી. વધુમાં, સંસ્થા ગરીબો તથા મહિલાઓ અને ખેડૂતોના પ્રશ્ને સેવા કરી રહી છે, ત્યારે ત્યકતા, વિધવા, મહિલા સન્માન પૂર્વક જીવી શકે અને કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે તે માટે ઉગ્ર રજૂઆત કરી હતી,
