ગાંધીનગર
GJ-18 ખાતેન મહાનગરપાલિકા દ્વારા અનેક વિકાસના કામને મંજૂરી આપી છે, ત્યારે વિકાસ કાર્યો જેટલી જાહેરાતો થાય પછી ખોદકામ અને થોડું લેવલિંગ કરીને કોન્ટ્રાક્ટરો જતા રહે, પછી જે સમય મર્યાદા નક્કી કરી હોય તેમાં કોઈપણ કાર્ય પૂર્ણ થતું નથી, ત્યારે હવે મહાનગરપાલિકાની મુદત પૂર્ણ થવા માંડ પોણા બે વર્ષ ભાકી છે, ત્યારે આવા અનેક કામો લટકણીયા ગાજરની જેમ લટકણીયા રહ્યા છે. ત્યારે કોન્ટ્રાક્ટરો પણ વધારે ભાવો લેવા એક્સેસ બીલોનો સહારો લઈ રહ્યા છે, ટેન્ડર નીચું ભરે અને પછી નવી ચીજ વસ્તુઓ ઉમેરવાની વાતો કરીને ભાવમાં એક્સેસ બીલો મૂકે. ત્યારે અંડરપાસ એક વર્ષથી કામ ચાલે છે, એક વર્ષથી પબ્લિક હેરાન પરેશાન થઈ રહી છે અત્યારે તો જોવા જઈએ તો નેળીયું બનાવી દીધું છે. ત્યારે મંથનગતિએ ચાલતું આ કામ કચારે પૂરું થશે. વાવોલ હવે સૌથી વધારે ગીચ વસ્તીમાં મોટું બની રહ્યું છે. નવા પ્રોજેક્ટ પણ આવ્યા છે, ત્યારે ન્યુ વાવોલ પણ મોટું બન્યું છે, અને આવવા તથા જવા માટે એક જ માર્ગ છે. બાકી બધી જ જગ્યાએ કામ ચાલી રહ્યા છે, ત્યારે આ કામ સમયસર પૂર્ણ થવાનું નથી, તેમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ અત્યારે પબ્લિક હેરાન થઈ રહી છે.
કોન્ટ્રાક્ટર પણ થોડું કામ મૂકીને ચાલ્યા જાય, અડધી દાઢી કરીને ભાગે પછી જવું ક્યાં? તેઓ ગાઢ સર્જાયો છે, મહાનગરપાલિકા દ્વારા જેટલા પણ નવા પ્રોજેક્ટો આવ્યા, તેમાં મોટાભાગના સમય મર્યાદા અને સમય બાદ પૂર્ણ થયા હોય તો ૧૦% બતાવો,
