ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પૂરજોશમાં ચૂંટણીના મેદાનમાં બાજી મારવા માટે તૈયારી કરી લીધી

Spread the love

 

ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પૂરજોશમાં ચૂંટણીના મેદાનમાં બાજી મારવા માટે તૈયારી કરી લીધી

ભાજપે અસંતોષના ડરથી પાલિકા-પંચાયતની ચૂંટણીમાં નો રિપીટ થિયરી લાગૂ કરવા લગભગ મન બનાવી લીધુ

 

ગાંધીનગર

૬૦ વર્ષથી વધુ વયના અને બે ટર્મથી ચૂંટાતા ઉમેદવારને પડતા મુકી નવા ચહેરાને સ્થાન આપશે, ૩૧ જાન્યુઆરી સુધીમાં નામો જાહેર થઇ જશે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થતાં ભાજપ, કોંગ્રેસ અને આપે ચૂંટણી મેદાને ઉતારવા મૂરતિયાઓની શોધખોળ આદરી છે. જોકે ભાજપે અસંતોષના ડરથી પાલિકા-પંચાયતની ચૂંટણીમાં નો રિપીટ થિયરી લાગૂ કરવા લગભગ મન બનાવી લીધુ છે. ૬૦થી વધુ વય હશે અને બે ટર્મથી વધુ સમયથી ચૂંટનારાને ટિકિટ નહી મળે. ભાજપે નવા ચહેરાઓને વધુ પ્રાધાન્ય આપવા નક્કી કર્યું છે. ગુજરાતમાં હાલ ૬૬ પૈકી ૪૨ પાલિકા પર ભાજપનો કબજો છે. વિધાનસભામાં બહુમત હાંસલ કર્યા પછી પાલિકા-પંચાયત પર પણ રાજકીય દબદબો કાયમ રાખવા ભાજપે અત્યારથી કમર કસી છે. પાલિકા-પંચાયતની ચૂંટણીમાં મૂતિાઓની પસંદગી કરવા માટે ભાજપે નિરીક્ષકોને જવાબદારી સોંપી છે. છેલ્લાં બે દિવસમાં દાવેદારોને મળીને સેન્સ પ્રક્રિયા આટોપી લેવામાં આવશે. નિરીક્ષકો દાવેદારોના નામોની પેનલ તૈયાર કરી પ્રદેશ નેતાઓને સોંપી દેશે. સૂત્રોના મતે આગામી ૨૯-૩૦મી જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે જેમાં ઉમેદવારાના નામો પર મહોર મારવામાં આવશે. તા.૧લી ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે તે જોતાં ૩૧મીએ ભાજપ ઉમેદવારોના નામોની ઘોષણા કરે તેવી પૂરેપુરી શક્યતા જોવાઈ રહી છે. ફેબ્રુઆરીનો માસ રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ બની રહેશે કેમકે, ૧૬મી ફેબ્રુઆરી પાલિકા-પંચાયતની ચૂંટણી યોજાશે. જ્યારે ૧૮મીએ ચૂંટણી પરિણામો જાહેર થશે. આ પરિણામના બીજા દિવસથી વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થશે. પાલિકા-પંચાયતની ચૂંટણી પછી શહેર-જીલ્લા પ્રમુખોના નામોની જાહેરાત થઇ શકે છે. ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. આ જોતાં શહેર-જીલ્લા પ્રમુખના નામોની જાહેરાત પર બ્રેક લગાવી દેવાઈ છે કેમકે, પ્રમુખપદની ખેંચતાણ એટલી હદે થઈ રહી છેકે, અસંતોષની આગ ભભૂકે તેમ છે જેની સીધી અસર પાલિકા-પંચાયતની ચૂંટણી પરિણામો પર થાય તેમ છે.

 

ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પૂરજોશમાં ચૂંટણીના મેદાનમાં બાજી મારવા માટે તૈયારી કરી લીધી..

.. સંગઠનના પદ માટે અંદરોઅંદરની લડાઈ જામી છે ત્યારે હવે પાલિકા-પંચાયતમાં ટિકિટ માટે પણ પૂરજોશમાં લોબિંગ થઈ રહ્યુ છે. આ કારણોસર ઉમેદવારની પસંદગીમાં પણ જૂથવાદ હાવી થશે તેવો ભાજપને ડર સતાવી રહ્યો છે. એક તરફ, પાલિકા-પંચાયતની ચૂંટણી જીતવા ભાજપે રાજકીય કવાયત તેજ કરી છે તો બીજી તરફ, અમરેલી લેટરકાંડ ખુબ ગાજ્યો છે. બનાસકાંઠા જિલ્લા વિભાજનના મુદ્દો સરકાર વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે. ભાજપમાં આંતકલહ વકર્યો છે. આ બધાય મુદ્દા ભાજપને નડી શકે છે. પાલિકા-પંચાયતની ચૂંટણીને આડે માત્ર પંદરેક દિવસો જ રહ્યાં છે ત્યારે અસંતોષની આગ પર ઠંડુ પાણી રેડનાર જ કોઈ નથી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ-એનસીપીના ગઠબંધનમાં ગાંઠ પડી છે. જેમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પૂરજોશમાં ચૂંટણીના મેદાનમાં બાજી મારવા માટે તૈયારી કરી લીધી છે. પક્ષના કાર્યકર્તાઓને રાત દિવસ જોયા વિના ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે હાકલ કરી દેવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદની મુલાકાતે છે, ત્યારે તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપતાં કહ્યું હતું કે કોંગ્રેસ પોતાના સિમ્બોલ પર ચૂંટણી લડશે. જ્યારે મહારાષ્ટ્રમાં ગઠબંધન કરનાર એનસીપી ગુજરાતમાં એકલા હાથે ચૂંટણી લડશે.આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે જે રીતે લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં આભઆદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના શાસનનો અંત લાવવા માટે આમ આદમી પાર્ટીને જે પણ કરવું પડે તે કરશે. કોંગ્રેસે સ્થાનિક લેવલે ગઠબંધનની વાત કરી છે તેને હું આવકારું છું. સ્થાનિક લેવલે ગઠબંધનના જે નિર્ણયો લેવાશે તેને રાષ્ટ્રીય સ્તરે પહોંચાડવામાં આવશે. સુરત કોર્પોરેટરની પેટા ચૂંટણીમાં ૨૨ ઉમેદવારોની દાવેદારી સુરતમાં ભાજપના વોર્ડ નંબર ૧૮ (લિબાયત-પરવટ-કુંભારિયા)ના કોર્પોરેટર ગેમરભાઈ દેસાઈના નિધન બાદ આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ આ પ્રક્રિયામાં હાજર રહ્યા હતાં. આ પ્રક્રિયા ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે થઈ હતી. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧૮ (લિબાયત-પરવટ-કુંભારિયા)ની બક્ષીપંચ અનામત પુરૂષ સીટ માટે પેટા ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ હતી. આ બેઠક માટે ગુજરાત પ્રદેશમાંથી નિમણૂક કરાયેલા નિરીક્ષકોએ ઇચ્છુક ઉમેદવારોની રૂબરૂ રજૂઆતો સાંભળવાનું શરૂ કર્યું હતુ અને બપોર સુધીમાં રરથી વધુ કાર્યકરોએ આ બેઠક માટે દાવેદારી કરી હતી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com