– ગાંધીનગરની જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચુંટણીમાં ચવાણાનો સ્ટોક ન મળતાં ઉમેદવારો ટેન્શનમાં, વેપારીઓ દ્વારા રાતોરાત ભાવ વધારી દેતા ઉમેદવારોનું ગણિત ખોરવાયું
– ગ્રામ્ય વિસ્તારોમાં ચવાણાની બોલબાલા સામે સ્ટોક નહીં મળતાં બીજા વિસ્તારો, જિલ્લામાંથી ચવાણું ખરીદવા ઉમેદવારોનું દોડાદોડી
ગાંધીનગર
જીજે 18 એવી ગાંધીનગર જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની બેઠકોની ચુંટણી આવતીકાલે રવિવારના રોજ યોજાવાની છે ત્યારે પ્રચાર પડઘમ, રેલીઓ શાંત થઈ ગઈ છે. ચુંટણીમાં પ્રચાર પ્રસાર હવે ખાટલા બેઠકોનો દોર શરુ થઈ ગયો છે. ચુંટણીમાં પ્રચાર પ્રસારમાં હવે પૂર્ણ ત્યારે રાત્રે બેઠકોનો દોર જોરશોરથી શરુ થઈ ગયો છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં ચવામાની દુકાનવાળાને ત્યાં ચવાણાનો માલ ખૂટી ગયો છે ચવાણું મોટાભાગનું ચુંટણીમાં જતું રહ્યું હોય તેમ સ્ટોક ખાલીખમ થઈ ગયો છે ત્યારે ચવાણાના વેપારીઓ પાસે માલ નથી અને જેણે સ્ટોક કરેલો છે તે 10 થી 20 રુપિયા વધારે માંગી રહ્યાં છે 1 કિલો ઉપર ત્યારે ચવાણામાં ભારે તેજી આવી છે.
જીજે 18 ખાતે ઘરે ઘરે ચવાણાની મોસમ ખીલી હોય તેમ અમદાવાદથી કુકરવાડા સુધી ચવાણું ખરીદવા ઉમેદવારોની રઝળપાટ ચાલુ છે ત્યારે ચવાણાના વેપારીઓએ સમય જોઈને લાભાલાભ મેળવવા ચવાણાના ભાવમાં 1 કિલો 10 થી 20 રુપિયાનો વધારો કરી દેતા ઉમેદાવરો હાફડા ફાફડા થઈ ગયા છે ત્યારે ઉમેદવારોનું ચુંટણીલક્ષી બજેટ પણ ખોરવાઈ ગયું છે ત્યારે અમદાવાદ, કુકરવાડા, મહેસાણા સુધી ચવાણા ખરીદવાની બોલબોલા ચાલી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં જે ગોપાલ કંપનીના પડીકા આવે છે તે ઉપર પણ ખરીદવાની માંગ વધતા હાલ ચવાણનો સ્ટોક ખાલીખમ થઈ ગયો છે ચવાણાના વેપારીઓ રાજકારણીથી ચતુર હોય તેમ 1 કિલોદીઠ ભાવ વધારે કરી દેતા રાજકારણીઓનું ગણિત ખોરવી નાંખ્યું છે ત્યારે હવે ઓપ્શનમાં શું આપવું તેની દોડાદોડી ચાલી રહી છે.