ગુજરાત સૌથી મોટું ભેળસેળિયું બજાર કેમ બન્યું? અખાદ્ય ચીજવસ્તુઓ કેમ ટ્રકો ભરાય તેટલી પકડાય છે, સલામત રાજ્ય ભેળસેળીયાઓ માટે?

Spread the love

ફૂડ સેફટી અધિકારીની ૫૦ ટકાથી વધુ અને ડ્રગ ઇન્સ્પેકટરની ૬૦ ટકાથી વધુ જગ્યાઓ ખાલી!

ભેળસેળીયાઓ માટે ગુજરાત સલામત? ભેળસેળીયાઓનો બંબો, તંત્રનો ખંભો, રેડ પાડવા સ્ટાફ નથી, કાયદા ઢીલાઢસ, સેમ્પલિયા તંત્ર?

ગાંધીનગર

રાજયમાં છેલ્લા કેટલાક સમયથી મોટાપાયે સમાજ વિરોધી તત્વો પિયા કમાવવા લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા છે. જે રીતે રાયમાં ભેળસેળનું પ્રમાણ વધ્યું છે અને કેટલાક કિસ્સામાં ડુપ્લીકેટ દવાઓનું ઉત્પાદન પણ લે ભાગુ તત્વો દ્રારા કરાતું હોય છે ત્યારે ફંડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગ પાસે અધિકારીઓની જ ઘટ છે. તેના ખોરાક અને ઔષધ નિયમન દ્રારા વ્યાપક પ્રમાણમાં અને કામગીરી થવી જોઇએ તે થઈ રહી જેનો ભોગ નાગરિકો બની જાન્યુઆરી-૨૦૨૫ની સ્થિતિએ વિભાગમાં ફડ સેટી અધિકારીની ૫૦ ટકાથી વધુ અને ડ્રગ ઈગ્યા નિયમન તંત્રમાં જગ્યાઓ ખાલી હોવાથી વ્યાપક અને ઝડપી કામગીરીનો અભાવ જોવા મળે છે. રાયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રમાં પૂરતા કર્મચારી અધિકારીઓ જ નહીં હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગાંધીનગરના ફૂડ વિભાગમાં ફ્રડ સેફટી ઓફિસરની મંજૂર ૧૭૫માંથી ૮૯ જગ્યા ખાલી છે, તો સિનિયર ફડ સેટી અધિકારીની ૩૪ માંથી ૧૦ જગ્યા ખાલી છે. એક નાયબ કમિશનરની જગ્યા ઉપર પણ કોઈની નિમણૂક કરાઈ નથી, ડ્રગ્સ વિભાગમાં પણ મંજૂર ઔષધ નિરીક્ષકની ૧૦૧ જગ્યામાંથી ૬૧ જગ્યા ખાલી છે. તો પ્રવર ઔષધ નિરીક્ષકની ગ્રાહક સંગઠનના જશવંતસિંહ વાઘેલાએ આરટીઆઈ થકી મેળવેલી આ માહિતી મુદે જણાવ્યું છે કે, ગ્રાહકોને જેનરિક ડ્રગ ઓછી કિંમતે અને મેડિકલ ડિવાઇસની એમ.આર.પી જાણ નાગરિકોને સતત મળી શકે તેવી વ્યવસ્થા પણ ઉભી કરવી જોઈએ. તે સાથે ખાલી જગ્યાઓ વહેલી તકે ભરાય, મહત્તમ સેમ્પલ લેવાય અને ગુનાઓ અંગે કેસ કરી તેનો સમયસર નિકાલ થાય તેવી વ્યવસ્થા ઉભી કરવાની જરૂર છે.

 

તંત્ર સેમ્પલો લઈને જતું રહે છે, બાકી કાયદા કડક સજાના થાય તો લોકોને ભેળસેળ અને ભેળસેળ વગરની ચીજ વસ્તુઓ મળે, બાકી ચટણી, શોર્શ, પનીર, આ બધું ડુપ્લીકેટ, ત્યારે સરકારે અનેક કાયદાઓ બદલ્યા આરોગ્ય સાથે ચેડા કરવાવાળાઓ માટે કડક કાયદો લાવો, આજે યુવાનો હાર્ટએટેકથી મરી રહ્યા છે, જે ભેળસેળીયુ બજાર ફૂલ્યું ફાલ્યું છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *