અમદાવાદ
અમદાવાદનાં ઓઢવ વિસ્તારમાં પણ ડિમોલિશનની કામગીરી હેઠળ ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા છે. ત્યારે સરકારની આ કાર્યવાહી સામે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે ઓઢવનાં સ્થાનિકો સાથે વાત પણ કરી હતી.શંકરસિંહ વાઘેલાએ તંત્રને આડે હાથ લેતા કહ્યું કે, તંત્રએ આ અમાનવીય વર્તન કર્યું છે. અહીંયા માત્ર પરિવાર નહીં, તેમની સાથે પશુ પણ રહે છે. અહીંયા ૫૦-૫૦ વર્ષથી મકાનો બન્યા છે. આ પાર્ટીનું પોલિટિક્સ નથી પણ માનવતા છે.શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, સમાજના આગેવાનોએ સરકારમાં રજૂઆત કરવી જોઈએ. છઝ એ કિન્નાખોરી કરીને માલધારી સમાજનું હરણ કર્યું. સરકારે આ અંગે કોઈ રસ્તો કાઢવો જોઈએ. સાચો વિકાસ કરવો હોય તો લોકો સ્વૈચ્છા ખાલી કરી આપે છે. બીજી તરફ આ મામલે યુથ કોંગ્રેસનાં પ્રવક્તા કપિલ દેસાઈનું પણ નિવેદન સામે આવ્યું હતું. તેમણે આરોપ સાથે કહ્યું કે, ૬ માસ પહેલા નોટિસ આપી હોય તો કોર્પોરેશન દ્વારા પુરાવા આપો. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સનું પાલન કર્યા વિના કામગીરી કરી છે. માત્ર એક દિવસની નોટિસ આપી ડિમોલિશન કર્યુ છે. વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર મનપાએ ડિમોલિશનની કામગીરી કરી છે. એવી પણ માહિતી છે કે, કપિલ દેસાઈનું પણ મકાન ડિમોલિશનની કામગીરી હેઠળ તોડવામાં આવ્યું છે.
