NH-48 પર અમદાવાદથી મુંબઈ તરફ જતાં ત્રિપલ અકસ્માત, 6 લોકોને સામાન્ય ઈજા

Spread the love

 

 

અમદાવાદ

નેશનલ હાઈવે-48 પર કોસંબા ઓવરબ્રિજ નજીક ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી મુંબઈ તરફ જતાં માર્ગ પર એક પછી એક ત્રણ વાહન અથડાયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ, હોન્ડા કારે ટેમ્પાને ટક્કર મારી હતી, જેના કારણે ટેમ્પો અન્ય એક ઈકો કાર સાથે અથડાયો હતો. અકસ્માતની ગંભીરતા એટલી હતી કે, ત્રણેય વાહન સામેની દિશામાં આવેલા રોડ તરફ ડિવાઈડર કૂદીને ફંગોળાયા હતા. સુરત તરફ જતાં આ વાહનો ડિવાઈડર પરથી પલટી ખાઈને અમદાવાદ તરફના માર્ગ પર પડ્યા હતા. અકસ્માતમાં કારમાં સવાર 6 લોકોને ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. ઘટનાની જાણ થતાં જ NHAI, કોસંબા પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતને કારણે હાઈવે પર કેટલાક સમય માટે ટ્રાફિક હળવો થયો હતો. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી આ હાઈવે પર અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે, જેના કારણે વાહન ચાલકોમાં ચિંતાનું મોજું ફેલાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *