ગેસ-સિલિન્ડર ચોરને બાંધી જાહેરમાં ધોલાઈ કરી, રિક્ષામાં આવ્યો અને ગેસ-સિલિન્ડર ભરેલા ટેમ્પોમાંથી ત્રણ સિલિન્ડર ઊઠાવી ફરાર થતા સ્થાનિક લોકોએ પકડી માર માર્યો

Spread the love

 

સુરત

સુરત શહેરના ઉધના વિસ્તારની કાશીનગર સોસાયટીમાં 30 જાન્યુઆરીના રોજ ગેસ-સિલિનિડરની ચોરીની ઘટના બની હતી. જેમાં એક ચોર રિક્ષામાં આવ્યો હતો અને ગેસ-સિલિન્ડર ભરેલા ટેમ્પોમાંથી ત્રણ ગેસ-સિલિન્ડર ઊઠાવી ફરાર થઈ ગયો હતો. આ સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ સીસીટીવી ફૂટેજના આધારે આજે (31 જાન્યુઆરી) સ્થાનિક લોકોએ ચોર રિક્ષાચાલકને ઝડપી પાડ્યો હતો. આ સાથે જ રોષે ભરાયેલા લોકોએ ચોરને રિક્ષા બાદ થાંભલા સાથે બાંધી મેથીપાક ચખાડ્યો હતો. ગતરોજ થયેલી આ ચોરીની ઘટનાના સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, ટેમ્પોમાં ગેસ-સિલિન્ડર ભરેલા છે, ત્યારે એક રિક્ષાચાલક શખ્સ શાંતિથી ત્યાં પહોંચે છે. પહેલા તે તેની રિક્ષાને ટેમ્પો પાસે પાર્ક કરે છે અને પછી એક પછી એક ત્રણ ગેસ-સિલિન્ડર ઊઠાવી રિક્ષામાં મૂકે છે. તે કોઈ ગભરાટ વિના આ આખી ચોરી અતિશય આરામથી કરે છે અને બાદમાં સ્થળેથી આરામથી રિક્ષા લઈને ફરાર થઈ જાય છે.

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જેમજેમ વાઇરલ થયા, તેમ-તેમ લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો. સ્થાનિકોએ ચોરની ઓળખ કરી તેને આજે પકડી પાડ્યો હતો. જો કે, પોલીસ આવે તે પહેલાં લોકો પોતે જ ન્યાય આપી દેવાના મૂડમાં આવી ગયા હતાં. ચોરને તેનીજ રિક્ષામાં બેસાડીને બાજુના ખૂણા સુધી લઈ જવામાં આવ્યો હતો. અહીં તેને એક થાભંલા સાથે બાંધી માર મારવામાં આવ્યો હતો. લોકો એક પછી એક તેને ધપાટ મારતા હતા. તો કેટલાક વીડિયો બનાવી રહ્યા હતા. કેટલાક લોકો તો ઉલટા સવાલ પૂછતા હતા કે, કેટલા સિલિન્ડર લેવા આવ્યો હતો? જે બાદ સ્થાનિકોએ આખરે ચોરને ઉધના પોલીસને હવાલે કર્યો હતો. ઉઘના પોલીસે આરોપી વિરુદ્ધ ચોરીની ફરિયાદ દાખલ કરી તેના પાછળના રેકોર્ડની તપાસ શરૂ કરી છે. આરોપીનું નામ અશોક માંગીલાલ બિસ્નોઈ (ઉં.વ.18) છે અને તે મજૂરી કરે છે. હાલ ગામ ડુંડી આનંદ બિલ્ડિંગ 204 સુરતમાં રહે છે અને મૂળ ગામ જારોદા, તાલુકો મેડતા, સિટી નાગોર, રાજસ્થાનનો રહેવાસી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com