ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સોમવારે દિલ્હીના એઇમ્સ ખાતે કોરોના વાયરસ રસી નો પ્રથમ ડોઝ લીધો હતો. ત્યારે PM મોદીએ વિપક્ષને મોંમા આંગળા નાખતાં કરી દીધા છે અત્યાર સુધી વિપક્ષો જે કાગારોળ મચાવતા હતા, ત્યારે કોરોના ની લડતમાં અને ભારત બાયોટેક દ્વારા બનાવેલી “કો વેક્સિન”નો પહેલો ડોઝ લીધો હતો. કોરોના રસીકરણનો બીજો તબક્કો આજથી ૧લી માર્ચથી શરૂ થઇ રહ્યો છે ત્યારે કો વેક્સિન ની વિશ્વસનીયતા ઉપર વિરોધપક્ષના દેકારાને PM મોદીએ રસી લઈને ચોંકાવી દીધા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીના ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ) માં કોરોના વાયરસ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. પીએમ મોદીએ આ દ્વારા વિપક્ષને મોટો સંદેશ પણ આપ્યો છે. અત્યાર સુધી વિપક્ષ અનેક આક્ષેપ કરી રહ્યું હતું. પીએમ મોદીએ ભારત બાયોટેક દ્વારા બનાવાયેલી ‘કોવાક્સિન’નો પહેલો ડોઝ લીધો છે. જેના પર જે વિપક્ષની સાથે ઘણા આરોગ્ય કર્મચારીઓ પણ સવાલો કરી રહ્યા હતા.
પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે એઈમ્સ ખાતે કોવિડ -19 રસીનો પ્રથમ ડોઝ લીધો. આપણા ડોકટરો અને વૈજ્ઞાનિકોએ ખુબ ટૂંક સમયમાં કોવિડ -19 સામેની લડતને મજબૂત બનાવવા માટે નોંધપાત્ર કાર્ય કર્યું છે. હું એ દરેક લોકોને કોરોના વેક્સિન લેવા માટે અપીલ કરું છું જે વેક્સિન લેવા માટે લાયક છે.
આવો, સાથે મળીને ભારતને કોવિડ -19 મુક્ત બનાવીએ. ‘
કોરોના રસીકરણ અભિયાનનો બીજો તબક્કો આજ એટલે કે 1 માર્ચથી શરુ થયો છે. કોવાક્સિનની વિશ્વસનીયતા પર કોંગ્રેસના ઘણા નેતાઓએ સવાલો ઉઠાવ્યા હતા. કહ્યું હતું કે વેક્સિન પર વિશ્વાસ પૈદા કરવા માટે પીએમ મોદીએ પહેલા રસી લેવી જોઈએ. કોંગ્રેસના આ નેતાએ એમ પણ કહ્યું હતું કે વેક્સિન એટલી જ વિશ્વસનીય છે તો ભાજપના નેતાઓએ સૌથી પહેલા વેક્સિન કેમ ના લગાવી. જોકે આ બધા સવાલોને પીએમ મોદીએ જવાબ આપી દીધો છે.